શિમલા મનાલીને ઝાંખા પાડે તેવા ગઢ ગીરનારના કુદરતી વરશાદી દ્રશ્યો

પહાડ ઉપરથી પાણીના વહેતા ઝરણા મનમોહક દ્રશ્યો સર્જાયા જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વત પર સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદના કારણે પર્વતીય વિસ્તારમાં વહેતા ધોધનો રમણીય નજારો જોવા મળ્યો હતો. સતત વરસાદના કારણે ગિરનારના પગથિયા પરથી વહેતા પાણીનો ધસમસતા પ્રવાહના કારણે અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત ગિરનાર જંગલ વિસ્તારમાં વરસાદથી કુદરતી સૌંદર્યનો આહ્લાદક નજારો જોવા મળી રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે સહેલાણીઓ પણ મનમોહક નજારાનો આનંદ માણી રહ્યા છે.

જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર તેમજ આસપાસમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો, જેથી ગિરનાર અને દાતાર પર્વતની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઊઠી હતી. ગિરનાર પર્વતનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે તેમજ એના ઉપર બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે પગથિયાં પરથી ધસમસતું પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ વરસાદી માહોલમાં ગિરનાર પર્વત ઉપર છવાયેલા કુદરતી સૌંદર્યનો લહાવો લેવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા. જોકે વરસાદી માહોલને પગલે પર્વત પરની રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : હવે જાતિનો દાખલો મેળવો ઘરે બેઠા

શિમલા, મનાલીના દ્રશ્યો પણ ઝાંખા લાગે તેવો ગિરનારનો આહ્લાદક નજારો જૂનાગઢમાં આજે વરસાદે ભરપૂર વ્હાલ વરસાવ્યું હતું. જેથી જૂનાગઢના અનેક સ્થળોએ નયનરમ્ય નજારા સર્જાયા હતા. જેમાં ઉપલા દાતારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદ થતા પહાડ ઉપરથી પાણીના ઝરણા વહેવા લાગ્યા હતા. વહેતા ઝરણાનો ડુંગર પરથી આહ્લાદક નજારો જોવા મળ્યો હતો. વરસાદ બાદ જંગલ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. દાતારના ડુંગર પરથી વહેતા ઝરણાનો અદ્ભૂત નજારો લોકોએ નિહાળ્યો હતો. આમ દાતારના ડુંગર પરથી વહેતા ઝરણા અને ગિરનારના પગથિયાં પરથી વહેતા પાણીને લીધે શિમલા, મનાલીના દ્રશ્યો પણ ઝાંખા લાગે તેવો આહ્લાદક નજારો સર્જાયો હતો. જુઓ વિડીયો.

આ પણ વાંચો : તમારા ગામનો HD નકશો ડાઉનલોડ કરો ઘરે બેઠા