Psm100 Nagar : આ એપથી જાણો પ્રમુખસ્વામી નગર કેવી રીતે પહોંચવું? ક્યાં કયો કાર્યક્રમ જોવો?

Psm100 Nagar : શહેરના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડના પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. PM મોદી આજે સાંજે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત કરાવશે. 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવે તેવો અંદાજ છે અને શનિ-રવિમાં આ સંખ્યા 23 લાખે પહોંચી શકે છે. ત્યારે આટલા મોટા આયોજનમાં પાર્કિંગથી લઈને મુલાકાતીઓનું સંચાલન કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રમુખસ્વામીનગરની આજે ૧૪મી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંહત સ્વામીના હસ્તે પ્રમુખસ્વામી નગરને સત્તાવાર રીતે ખુલ્લુ મુકવામાં આવશે. ત્યાર બાદ બીજા દિવસે મુલાકાતીઓ માટે એક મહિના સુધી ખુલ્લુ મુકવામાં આવશે. ૬૦૦ એકર જમીન પર તૈયાર કરવામાં આવેલ આ નગરમાં ભવ્ય પ્રવેશદ્વાર, અક્ષરધામની પ્રતિકૃતિ, બાળનગરી, ગ્લો ગાર્ડન અને વિવિધ થીમના પ્રદર્શન સૌ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સાથે સાથે આ આયોજન થકી સામાજીક, આધ્યાત્મિક અને રાષ્ટ્રને લગતી વિવિધ બાબતોને ઉજાગર કરવામાં આવશે.

આ પણ વાંચો : સોલાર ફેન્સીંગ સહાય યોજના ગુજરાત : ખેડૂતોને ખેતર ફરતે વાડ કરવા માટે મળશે 15000 ની સહાય

પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ઉદઘાટન થશે. ઉદઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોતક વિધિથી દ્વાર પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ રિબીન કાપીને મહોત્સવનું ઉદઘાટનમાં કરવામાં આવશે. ઉદઘાટન કાર્યક્રમમાં પૂજ્ય મહંતસ્વામી મહારાજ, સંતો અને મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહશે.

Psm100 Nagar એપ કરશે શ્રદ્ધાળુઓની મદદ

મહોત્સવ માટે સેવા આપનારા સ્વયંસેવકો દ્વારા Psm100 Nagar નામની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન મુલાકાતીના ઘરથી લઈને નગર સુધી ગાઈડ બનશે. તેને પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. જેમાં ઘરથી લઈને પ્રમુખસ્વામી નગર સુધીનો રૂટ બતાવશે, વાહન પાર્કિંગની જગ્યા બતાવશે, એન્ટ્રી ગેટ, નગરમાં કયા સમયે કાર્યક્રમો કે સમારોહ જોવા તેની પણ માહિતી મળશે.

આ એપમાં ઉપલબ્ધ સુવિધાઓ

600 એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી નગરમાં આ Psm100 Nagar એપ્લિકેશનના માધ્યમથી તમે નગરમાં તમને ખાણીપીણીના સ્ટોલ, કયા સમયે કઈ જગ્યાએ કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે, તેની પણ વિગતો તમને મળી રહેશે. એટલે કે કાર્યક્રમમાં આવનારા લોકોને 1 ક્લિકમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એપ્લિકેશન ફ્રીમાં ઉપલબ્ધ છે અને મુલાકાતીઓ તથા હરિભક્તો તેનો ઉપયોગ કરીને સરળતાથી પ્રમુખસ્વામી નગરની મુલાકાત લઈ શકે તેવા આશય સાથે આ એપને તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો : હવે જન્મ અને મરણનો દાખલો કઢાવો ઘરે બેઠા ઓનલાઈન, જાણો શું છે પ્રક્રિયા

ક્યાંથી અને કેવી રીતે મેળવવો પ્રવેશ?

પ્રમુખ સ્વામી નગરમાં પ્રવેશ માટે સાત દ્વાર છે, જેમાં મુખ્ય દ્વાર VVIP માટે છે, જ્યારે બાકીના 6 દ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે. જેમાં ભાડજ સર્કલથી આવનારા મુલાકાતીઓ ગેટ નંબર 2,3 અને 4 થી પ્રવેશ કરી શકશે, જ્યારે ઓગણજ સર્કલથી આવતા લોકો ગેટ નં.5,6 અને 7થી પ્રવેશ કરી શકશે. આ તમામ દ્વારમાં પ્રવેશતા જ મુલાકાતીઓ માટે વોશરૂમ તથા નાસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ક્યારથી થશે કાર્યક્રમનો પ્રારંભ

પ્રમુખસ્વામી નગરમાં બપોરે 2 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધીમાં વિવિધા કાર્યક્રમો અને પ્રદર્શનો યોજાશે. જ્યારે રવિવારે દિવસભર કોઈપણ સમયે મહોત્વસમાં જઈ શકાશે. મહોત્સવમાં તમામ દિવસે એન્ટ્રી ફ્રી રહેશે અને તેના માટે કોઈ રજિસ્ટ્રેશનની પણ જરૂર નથી. જેમાં કલ્ચરલ ગેટ્સ, પ્રમુખસ્વામી મહારાજની મહામૂર્તિ, નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની રેપ્લિકા, સોવેનિયર શોપ, ચિલ્ડ્રન્સ એડવેન્ચર, એક્ઝિબિશન પેવેલિયન, કલ્ચરલ ઈવનિંગ પ્રોગ્રામ, સહજાનંદ જ્યોતિ ઉદ્યાન તથા પ્રેમવતી ફૂડ કોર્ટ રહેશે.

જાણૉ કેવા છે આ સાત ભૌગોલિક દ્વાર

પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવમાં જવનો મુખ્ય પ્રવેશદ્વારનું નામ સંતદ્વાર રાખવામાં આવ્યું છે. જે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ સાથે વિશિષ્ટ લાઈટિંગથી શોભાયમાન છે. આ ઉપરાંત પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન થઈ શકશે. જેમાં શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, સંત તુલસીદાસજી, ભક્તકવિ નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ પવિત્ર દર્શન થઈ શકશે. ગુજરાતના કોઈ પણ ખુણેથી આ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ આવવા માટે સહેલાઈથી પ્રવેશવા માટે કુલ 7 પ્રવેશદ્વાર બનાવામાં આવ્યા છે.

આ પણ વાંચો : [SBDI] ભારતીય લઘુ ઉધોગ વિકાસ બેંકમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિન્ક

એપ ડાઉનલોડ કરવાની લિંક Click Here
સત્તાવાર સાઇટ Click Here
HomePageClick Here