PM Kisan Yojna : મોદી સરકારનો અગત્યનો નિર્ણય, આ કામ કર્યા વગર ખેડૂતોને નહીં મળે પૈસા

પીએમ કિસાન યોજનાના 10મા હપ્તાની રાહ જોઈ રહ્યા છીએ. PM નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરીએ ખેડૂતોના ખાતામાં 10મો હપ્તો મોકલી શકે છે. આ દરમિયાન, એક નવું અપડેટ બહાર આવ્યું છે કે હવે આ યોજના હેઠળ ખેડૂતો માટે ઇ-કેવાયસી કરવું ફરજિયાત છે. કેન્દ્ર સરકારે છેતરપિંડી રોકવા માટે તેની શરૂઆત કરી છે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું જરૂરી છે કે શું આના વિના 1 જાન્યુઆરીએ ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવશે કે નહીં? જેને તમે ઘરે બેઠા જાતે ચેક કરી શકો છો.

આ પણ વાંચો : સુકન્યા સમૃધ્ધિ યોજના

પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનામાં સરકારે ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવાની વાત કરી હતી. એ પછી કેન્દ્ર સરકાર તરફથી ઇ-કેવાયસી કરાવવાની પણ માહિતી આપવામાં આવી હતી પણ આ છતાં 11માં હપ્તામાં ખોટી રીતે લોકોએ ફાયદો ઉઠાવીને સરકાર પાસેથી પૈસા લઈ લીધા હોય એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આવા કિસ્સાને ધ્યાનમાં રાખીને જ સરકારે આ નિયમોમાં એક મોટો બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. જો કે સરકારની આ કોશિશથી ખેડૂતોને જ ફાયદો થવાનો છે.

આ પણ વાંચો : હવે જાતિનો દાખલો મેળવો ઘરે બેઠા

પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનામાં સરકારે જે બદલવા કરવાનો નિર્ણય લીધો છે એ મુજબ કિસાન સમ્માન યોજનાનું રજીસ્ટ્રેશન કરાવતા સમયે રાશન કાર્ડની જાણકારી આપવી પડશે. આ સાથે જ રાશન કાર્ડની સોફ્ટ કોપી પણ પીએમ કિસાન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. અને આ બધા દાતાવેજોના વેરીફીકેશ પછી જ બેંકના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાનો હપ્તો જમા થશે. આ પહેલા નિયમો મુજબ પરિવારના સભ્યોના નામ હેઠળ રજીસ્ટ્રેશન થઈ શકતું પણ પછી એ નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે જે વ્યક્તિના નામે જમીનના દસ્તાવેજ હશે એમને જ આ યોજનાનો લાભ લિ શકે છે. 

આ પણ વાંચો : ડ્રાઈવિંગ લાયસન્સના નિયમોમાં બદલાવ, જાણી લ્યો નહીતર ભરવો પડશે દંડ

જો કે સરકારની આ સ્કીમના ઘણા લોકો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે અને એક જ પરિવારના બે-ત્રણ લોકો સરકાર પાસેથી આ રકમ લઈ રહ્યા છે. આ સાથે જ એવી માહિતી પણ અબહાર આવી છે ઇન્કમ ટેક્સ ફાઇલ કરનાર અને ઘણા સરકારી કર્મચારીના ખાતામાં પણ આ હપ્તો જમા થઈ રહ્યો છે. સરકારે આ લોકોને રકમ પરત મોકલવા માટે નોટિસ પણ મોકલી છે. 

આ પણ વાંચો : તમારા ગામનો HD નકશો ડાઉનલોડ કરો ઘરે બેઠા

વે ફરી 12 મી વખત આ હપ્તો મોકલાવવાનો સામે નજીક આવી ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ તારીખે ખેડૂતોના ખાતામાં ફરી બે હજાર જમા થઈ શકે છે. જો કે આ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ e-KYCની પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે છેલ્લી તારીખ 31 જુલાઇ નક્કી કરી છે. જો કોઈ પણ ખેડૂતે e-KYC નથી કરાવ્યું તો તેઓ આ ધનરાશીથી વંચિત રહી શકે છે. e-KYC કરાવવા માટે કોઈ પણ ખેડૂત પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ સિવાય ખેડૂત સીએસસી સેન્ટર પર જઈને પણ e-KYC કરાવી શકે છે. અને હવે સાથે જ તેમાં રાશન કાર્ડની માહિતી આપવી પણ ફરજિયાત છે.

આ પણ વાંચો : જીઓ રીચાર્જ ઓફર