પિતૃપક્ષમાં આ દિવસે નહીં થાય શ્રાદ્ધ! 12 વર્ષ બાદ બની રહ્યો છે આ ખાસ સંયોગ, જાણો તર્પણ માટેની તારીખો

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે 10મી સપ્ટેમ્બર 2022થી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. સામાન્ય રીતે શ્રાદ્ધ 15 દિવસનું હોય છે. પરંતુ આ વખતે 12 વર્ષ પછી એવો સંયોગ બન્યો છે કે વર્ષ 2022માં શ્રાદ્ધના 16 દિવસ હશે. 25 સપ્ટેમ્બર, 2022ના રોજ પિતૃ પક્ષ સર્વ પિતૃ અમાસ સાથે સમાપ્ત થશે. આ વખતે શ્રાદ્ધ પક્ષમાં એવો દિવસ છે જેમાં તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવામાં આવશે નહીં. ચાલો જાણીએ પિતૃ પક્ષની મહત્વની તિથિઓ.

પિતૃ પક્ષ સંયોગ 2022

પંચાંગ અનુસાર આ વખતે પ્રતિપદા અને પૂર્ણિમા શ્રાદ્ધ 10 સપ્ટેમ્બર 2022ના રોજ પિતૃ પક્ષમાં એકસાથે થશે. આ વખતે 16 દિવસનું શ્રાદ્ધ રહેશે. સપ્તમી શ્રાદ્ધ 16 સપ્ટેમ્બરે થશે. 17 સપ્ટેમ્બરે તિથિ ક્ષય હોવાને કારણે આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ થશે નહીં.

અષ્ટમી શ્રાદ્ધ 18 સપ્ટેમ્બરે થશે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં મૃતકના પરિવારના સભ્યોની મૃત્યુ તિથિએ પિંડ દાન અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જો તિથિ યાદ ન હોય તો મહાલય અમાસ (સર્વ પિતૃ અમાસ 2022) પર પણ શ્રાદ્ધ કરો, તેનાથી તેમને સંતોષ મળે છે.

આ વર્ષના શ્રાદ્ધની મહત્વની તારીખો

  • 10 સપ્ટેમ્બર- આસો માસની કૃષ્ણ પક્ષની પ્રતિપદા અને પૂર્ણિમાએ પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પહેલા દિવસે અગસ્ત મુનિ અને ઋષિઓના નામે પણ તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઈએ.
  • 11 સપ્ટેમ્બર- આસો માસની કૃષ્ણ પક્ષની બીજી તિથિ પર પૂર્વજોનું શ્રીદ્ધ કરવીમાં આવશે.
  • 12 સપ્ટેમ્બર- જેમનું દેહાંત તીજ પર થયું હોય તેમનુ તર્પણ આ દિવસે કરવામાં આવશે.
  • 13 સપ્ટેમ્બર- પિતૃ પક્ષ ચતુર્થી તિથિ આ દિવસે છે. જેમનું સ્વર્ગવાસ ચોથ પર થયું હોય તેમના પરિજન આ દિવસે તેમનું શ્રાદ્ધ કરી શકે છે.
  • 14 સપ્ટેમ્બર- પિતૃપક્ષની પંચમીએ કુંવારા પંચમી શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે અપરિણીત લોકો માટે શ્રાદ્ધ કરવાનું વિધાન છે.
  • 15 સપ્ટેમ્બર – જેનું મૃત્યુ ષષ્ઠી તિથિએ થયું છે, તેમનું શ્રાદ્ધ ષષ્ઠી તિથિએ કરવામાં આવે છે.
  • 16 સપ્ટેમ્બર- પિતૃ પક્ષ ચતુર્થી સપ્તમી તિથિનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવશે.
  • 17 સપ્ટેમ્બર- આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવશે નહીં
  • 18 સપ્ટેમ્બર- જેનું મૃત્યુ અષ્ટમી તિથીએ થયું છે. તેમનું તર્પણ આ દિવસે કરવામાં આવશે.
  • 19 સપ્ટેમ્બર- આ દિવસે, નવમી તિથિના દિવસે પરલોકમાં ગયેલા સ્વજનો માટે શ્રાદ્ધ કરો. પિતૃ પક્ષની નવમી તિથિને માતૃ નવમી તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ અને માતાઓ માટે તર્પણ શ્રાદ્ધ કરવામાં આવે છે.