પેટ્રોલ ડીઝલના આજના ભાવ : ક્રુડ ઓઇલના ભાવમાં થયો ઘટાડો, શું થશે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો

પેટ્રોલ-ડીઝલ નાં ભાવ : દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થવાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની આશા છે. જો કે રાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ક્રૂડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે જો ક્રૂડ ઓઈલની કિંમતમાં નરમાઈ ચાલુ રહેશે તો રાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે.

પેટ્રોલ ડીઝલના ભાવ

ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) ના નવીનતમ અપડેટ મુજબ, આજે 10 ઓગસ્ટે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. જ્યાં પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 79.74 રૂપિયા પ્રતિ લીટર છે.

IOCL અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલ હજુ પણ મુંબઈમાં સૌથી મોંઘું છે.

આજના પેટ્રોલ ડીઝલના તાજા ભાવ

શહેરનું નામ પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ
દિલ્હી 96.72  89.62
મુંબઈ 106.3194.27
કલકત્તા 106.0692.76
ચેન્નાઈ 102.6394.24
ગુરુગ્રામ 97.1890.05
જયપુર 108.4893.72
ભોપાલ 108.6593.90
પટના 107.2494.02
લખનઉ96.5789.76
રાંચી 99.8494.65