Video: વલસાડ અંબિકા નદીના કિનારે ફસાયેલા લોકોને હેલીકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયા

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદથી લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ગામો અને કેટલાક વિસ્તારો હજુ સુધી પાણીમાં ગરકાવ છે. NDRF, SDRF અને નૌકાદળ દ્વારા આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો સૌરાષ્ટ્રના કેટલાક સંપર્ક વિહોણા બન્યા છે.

અતિશય વરસાદથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો છે. તેના પરિણામે કેટલાક લોકો સંપર્ક વીહોના બન્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં કોસ્ટ ગાર્ડ દ્વારા હેલીકોપ્ટરની મદદથી આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં આગામી 2 દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહી

ઉપર આપેલો વિડીયો વલસાડ જીલ્લાનો છે. અતિશય વરસાદના કારણે અંબિકા નદીમાં પાણીએ પોતાની સપાટી વટાવી દીધી છે. અતિશય વરસાદથી અંબિકા નદીના કિનારા ના આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તેવા સમયે આપના બહાદુર સૈનિકો હેલીકોપ્ટરની મદદથી આ તમામ લોકોને પાણીમાંથી બહાર કાઢી રહ્યા છે.

આ પણ વાંચો : ભારતીય નૌકાદળ દ્વારા ભરતીની જાહેરાત, ૨૮૦૦ જગ્યાઓ માટે 12 પાસ ઉપર ભરતી