Pashu Khandan Sahay Yojana | પશુ ખાણદાણ સહાય યોજના

પશુપાલન યોજના | પશુપાલન યોજના ગુજરાત | Pashu Khandan Sahay Yojana Gujarat | પશુ ખાણદાણ સહાય યોજના | આઈ ખેડુત યોજના

પશુપાલન અત્યારના સમયે ફાયદાકારક ધંધો છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા છે. ખેડૂતોના વિકાસ માટે ગુજરાત સરકાર અવાર નવાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મુકે છે. ખેડૂતોને સહાય આપવાના હેતુથી અને અન્ય ખેડુતલક્ષી માહિતી પ્રદાન કરવા માટે iKhedut Portal બનાવવામાં આવ્યું છે. આઈ ખેડુત પોર્ટલ દ્વારા ખેડૂત લક્ષી યોજનાઓ ની માહિતી આંગળીના ટેવરે મેળવી શકે છે. આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરેની Apply Online કરી શકે છે. પશુપાલનની યોજનાઓમાં પશુ ખાણદાણ સહાય યોજનાની માહિતી નીચે મુજબ છે.

Pashu Khandan Sahay Yojana

પશુ ખાણદાણ સહાય યોજના અંતરગર્ત ગુજરાતના પશુપાલકો પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં રાહત દરે પશુ ખાણદાણ મેળવી શકે છે. આ યોજના માટે લાભાર્થી પશુપાલક દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. લાભાર્થી પશુપાલકના ગાય-ભેંસ કે અન્ય પશુઓના વિયાણ થયેલ હોય તેમને 50% કિંમતે પશુદાણ આપવામાં આવશે.

પશુ ખાણદાણ સહાય યોજના
Source: iKhedut Official Website
યોજનાનું નામ પશુ ખાણદાણ સહાય યોજના ગુજરાત ૨૦૨૧
રાજ્ય ગુજરાત
સહાય ખાણદાણની ખરીદી ઉપર 50% સહાય
લાભાર્થી ગુજરાતના ખેડૂતો
અરજી કરવાની છેલ્લી તારીખ૩૦-૦૯-૨૦૨૧
સતાવાર વેબસાઈટClick Here
Pashu Khandan Sahay Yojana

Pashu Khandan Sahay Yojana Purpose

ગુજરાત રાજ્યના તમામ ખેડુત વધુમાં વધુ પશુપાલન કરીને આત્મનિર્ભર બને તેવું ગુજરાત સરકારનું આયોજન છે. પશુપાલનને વેગ આપવા માટે સરકાર હંમેશા લાભદાયક સહાયો જહર કરતી હોય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પશુ ખાણદાણની ખરીદી પર સીધી સહાય આપવામાં આવશે. જેથી પશુપાલકો પોતાના પશુઓની સારી માવજત કરી શકે અને પશુપાલન ક્ષેત્રે આગળ આવી શકે.

Read Also: Khedut Akasmat Sahay Yojana

Pashu Khandan Sahay Yojana Eligibility

પશુ ખાણદાણ સહાયનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા લાગુ પડશે.

  • અરજદાર ખેડૂત અથવા પશુપાલક હોવો જોઈએ.
  • પશુપાલક પાસે ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
  • ગાય-ભેંસના તથા અન્ય પ્રાણીના વિયાણ થયેલા હોવા જોઈએ.
  • અરજદાર દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
  • આઈ ખેડુત પોર્ટલ હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે અગાઉ ક્યારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.
  • આઈ ખેડુત પોર્ટલ દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખાણદાણ નું વિતરણ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા વિતરણ કરવાનું રહેશે.

વધુ માહિતી માટે iKhedut પોર્ટલનો ઉપયોગ કરી શકો છો.

Pashu Khandan Sahay Yojana Required Documents

Pashu Khandan Sahay યોજનાનો લાભ મેળવવા માટે નીચે આપેલા તમામ Documents ની જરૂર પડશે.

  • પશુપાલક વિયાણ થયેલ પશુઓ ધરાવતો હોવો જોઈએ.
  • દૂધ મંડળી ખાતે સભાસદ હોવો જોઈએ.
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • અનુસૂચિત જાતિ(એસ.સી)  અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • પશુપાલકનું આધારકાર્ડ

iKhedut પોર્ટલ ઉપર ૨૦૨૦-૨૧ માં બહાર પડેલી યોજનાની Online અરજી ચાલુ છે.

Pashu Khandan Sahay Yojana Benefits

Pashu Khandan Sahay Yojana ના લાભો નીચે મુજબ છે.

ગુજરાત રાજ્યના પશુપાલકોને આ યોજનાના લાભો મળશે. જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ હોય તેમને પશુ ખાણદાણ યોજનાનો લાભ મળશે.

  • પશુપાલક દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય આપવામાં આવે છે.
  • એક પશુપાલકને 150 કિગ્રા સુધીનું ખાણદાણ આપવામાં આવશે

આ પણ વાંચો: કિસાન પરિવહન યોજના

Pashu Khandan Sahay Yojana Target

ગુજરાત સરકાર કૃષિ અને સહકાર વિભાગ દ્વારાઆઈ-ખેડુત પોર્ટલ ઉપર વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ આપવા માટે Target આપેલો છે. જેને ધ્યાનમાં રાખીને લાભાર્થી પશુપાલકોની ઓનલાઈન અરજીઓને માન્ય રાખવામાં આવશે અને ખેડુત સહાય આપવામાં આવશે.

SC માટે અ.જાતિના લાભાર્થીઓ માટે વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક કુલ- 9984 નક્કી કરેલો છે.
ST માટે અ.જ.જાતિના લાભાર્થીઓ માટે વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક કુલ- 19964 નક્કી કરેલો છે.
સામાન્ય જ્ઞાતિઓ માટેસામાન્ય જાતિના લાભાર્થીઓ માટે વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક કુલ- 112655 નક્કી કરેલો છે.
પશુ ખાણદાણ સહાય યોજના ગુજરાત ૨૦૨૧

Pashu Khandan Sahay Yojana Registraton

પશુ ખાણદાણ સહાય યોજનાની Registration પ્રક્રિયા નીચે આપેલી છે. iKhedut પોર્ટલ ઉપર કોઈ પણ યોજનાનો લાભ મેળવવા ઘરેથી પણ આવેદન કરી શકો છો. અથવા તો સાયબર કાફે તથા ઝેરોક્ષની દુકાન પર જઈને આપ આવેદન કરાવી કરાવી શકો છો.

આઈ ખેડુત ઓફીસીયલ વેબસાઈટ
Source: iKhedut Official Website
  • અરજદારે સૌપ્રથમ iKhedut Portal ની સત્તાવાર વેબસાઈટ ઉપર જવું.
  • iKhedutની સત્તાવાર વેબસાઈટ ખોલ્યા બાદ “Yojana” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-2 પર આવેલી “પશુપાલન ની યોજનાઓ” ઉપર ક્લિક કરવું.
આઈ ખેડુત યોજનાઓ
Source: iKhedut Official Website
  • પશુપાલન ની યોજનાઓ પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ દર્શાવશે.
  • જેમાં આપની જ્ઞાતિ અનુસાર અરજી કરો
  • જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ સબમીટ કર્યા પછી Online અરજી કરવાની રહેશે.
  • જો લાભાર્થીએ રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન એપ્લીકેસન કરવાની રહેશે.
  • પશુપાલકે તમામ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ એપ્લીકેસન સેવ કરવી.
  • લાભાર્થી દ્વારા પોતાની અરજીની વિગતો ચકાસીને આવેદન કન્ફોર્મ કરવાનું રહેશે.
  • અરજી કન્‍ફર્મ થયા પછી અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં.
  • લાભાર્થી એપ્લિકેશન આધારે પ્રિન્ટ મેળવી શકશે.

Important Dates

પશુ ખાણદાણ સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે તારીખ-01/09/2021 થી 30/09/2021 સુધી ઓનલાઈન આવેદન કરવાનું રહેશે.

આ પણ વાંચો: ફ્રિ ડ્રમ યોજના ગુજરાત