પોસ્ટ ઓફીસ દ્વારા ઘરે બેઠા મળશે રાષ્ટ્રધ્વજ,માત્ર કરો આ કામ

પોસ્ટ ઓફિસ વાળા હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘર બેઠા ભારતના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ કરે છે. રાષ્ટ્રધ્વજનું માપ 20 ઇંચ x 30 ઇંચ (ધ્વજ ધ્રુવ વિના) છે. ધ્વજની વેચાણ કિંમત પ્રતિ ધ્વજ રૂ. 25 નક્કી કરી છે. આ ધ્વજ પર કોઈ GST લાગતું નથી. ગ્રાહકે નવીનતમ ફ્લેગ કોડ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ માહિતી

સ્વતંત્રતા દિવસની ઉજવણી ને કારણે, દેશવાસીઓ ઉગ્રતાથી રાષ્ટ્રધ્વજની ખરીદી કરી રહ્યા છે. જો તમે પણ 15મી ઓગસ્ટના રોજ તમારા ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માંગો છો તો તમે તેને ઘરે બેઠા મંગાવી શકો છો અને તે પણ સસ્તા દરે. વાસ્તવમાં પોસ્ટ ઓફિસ તિરંગો તમારા ઘરે પહોંચાડી રહી છે.

રાષ્ટ્રધ્વજ ખરીદી વિસ્તૃત માહિતી

અભિયાન નું નામ હર ઘર તિરંગા અભિયાન
તિરંગો આપનાર પોસ્ટ ઓફીસ
તિરંગા ની કીમત 25 રૂપિયા
આર્ટીકલ ભાષા ગુજરાત
ઉદેશ્ય સ્વતંત્રતા દિવસની ઉજવણી

ઘરે બેઠા મંગાવવાની પ્રક્રિયા

તમે પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઇટ www.epostoffice.gov.in પર લૉગ ઇન કરીને ધ્વજ ખરીદી શકો છો. સ્વતંત્રતા દિવસ પહેલા તિરંગો પોસ્ટ ઓફિસ દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે. નોંધનીય છે કે સરકારે તાજેતરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલા જ્યાં ધ્વજ માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવી શકાતો હતો, હવે નવા નિયમો હેઠળ રાત્રીના સમયે પણ તિરંગો ફરકાવવાની છૂટ આપવામાં આવી છે.

ધ્વજ ની કીમત

રાષ્ટ્રધ્વજ રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા નવા ધ્વજ બનાવી જેતે જગ્યા (Distribution of National Flag) પહોંચાડવામાં આવશે. કેન્દ્ર સરકાર પ્રમાણે રાષ્ટ્રધ્વજની ત્રણ સાઈઝમાં (Three sizes of national flags) હશે જેમાં ત્રણેય કિંમત પણ અલગ અલગ એટલે કે 9 રૂપિયા, 18 રૂપિયા અને 25 રૂપિયા રાખવામાં આવી છે.

કુલ કેટલા ધ્વજ વેચાયા

અમદાવાદ ખાતે આવેલ જનરલ પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઇન અને ઓફલાઈન રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.જેમાં પ્રથમ દિવસે 100 ધ્વજ નું વેચાણ થયું.

એક વ્યક્તિ કેટલા ધ્વજ ખરીદી શકશે

જનરલ પોસ્ટ વિભાગ દ્વારા ઓનલાઈન બુકીંગ (Buy national flag online) કરીને પણ રાષ્ટ્ર ધ્વજ વેચાણ કરવામાં આવ્યું છે.પરંતુ ઓનલાઈન મારફતે એક વ્યક્તિ 5 રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે.જેનું પેમેન્ટ પણ ઓનલાઇન રાખવામાં આવ્યું છે. ઓફલાઈન એક વ્યક્તિ જેટલા રાષ્ટ્રધ્વજ ખરીદવામાં હોય તેટલા ખરીદી શકે છે.

રાષ્ટ્રધ્વજ ખરીદવાની પ્રોસેસ

  • સૌથી પહેલા પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઈટ epostoffice.gov.in પર જાઓ.
  • અહીં તમને હોમ પેજ પર રાષ્ટ્રધ્વજ દેખાશે, જેને ખરીદવા માટે તમારે ક્લિક કરવાનું રહેશે.
  • અહીં લોગિન કર્યા પછી તમારે તમારું સરનામું, જથ્થો અને મોબાઈલ નંબર નાખવો પડશે.
  • આ પછી તમારે ઓર્ડર કન્ફર્મ કરવા માટે પેમેન્ટ પ્રોસેસ પૂરી કરવી પડશે.
  • મહેરબાની કરીને નોંધ કરો કે એકવાર તમે ઓર્ડર કરી લો, પછી તમે તેને રદ કરી શકશો નહીં.

ઉપયોગી લીંક

ઓર્ડર માટે સતાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment