[MDM] મધ્યાહ્ન ભોજન યોજના દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

MDM મહેસાણા ભરતી 2022 : મહેસાણા જીલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની કુલ 6 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

આ પણ વાંચો : ભરૂચ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

MDM મહેસાણા ભરતી 2022

મહેસાણા જીલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર રજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

MDM મહેસાણા ભરતી 2022 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલMDM મહેસાણા ભરતી 2022
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા06
સ્થળમહેસાણા
વિભાગમધ્યાહ્ન ભોજન વિભાગ મહેસાણા
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ તથા અન્ય માહિતી

પોસ્ટ નામજગ્યાલાયકાત/અનુભવપગાર
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર0150% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રી ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.
સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
અનુભવ
ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત.
ડી.ટી.પી. (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.
આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
રૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝર05માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ અથવા ગ્રેજ્યુએટ ઈન ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન સાયન્સની ડિગ્રી.
અનુભવ
2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.
મધ્યાહન ભોજન યોજનાઅનુભવવાળાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
રૂ. 15,000/- ફિક્સ
આ પણ વાંચો : [PNB] પંજાબ નેશનલ બેંકમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ઉમર મર્યાદા

  • 18 થી 58 વર્ષ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)

અરજી કઈ રીતે કરવી?

અરજી ફોર્મ નીચે આપેલ સરનામેથી મેળવવાનું રહેશે અને જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.

  • અરજી મોકલવાનું સરનામું
  • નાયબ કલેકટર,
  • મધ્યાહ્ન ભોજન યોજના,
  • બહુમાળી ભવન,
  • બ્લોક નંબર 3,
  • બીજોમાળ
  • મહેસાણા કચેરી, મહેસાણા

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં
આ પણ વાંચો : મધ્ય રેલવેમાં આવી 10 પાસ પર વિવિધ જગ્યાઓ માટે ભરતી

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here