LPG ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, આજથી થયો ભાવમાં આટલો ઘટાડો

ગ્રાહકોને મોટી રાહત આપતા, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવાર, 1 ઓગસ્ટ 2022ના રોજ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી. OMCએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

LPG ગ્રાહકો માટે સારા સમાચાર

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મહિનામાં બે વાર એલપીજીના ભાવમાં ફેરફારની જાહેરાત કરી હતી, એક મહિનાની શરૂઆતમાં અને એક મહિનાની મધ્યમાં. તો આજે એ દિવસ આવી ગયો છે જેની LPG ગ્રાહકો ક્યારનાય રાહ જોઈ રહ્યા હતા. આજે ઓઈલ માર્કેટ દ્વારા LPGના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તો ચાલો જાણીએ આજના LPG ના લેટેસ્ટ ભાવ.

આજના LPG ગેસના ભાવ

આજથી 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 36 રૂપિયા પ્રતિ બોટલ સસ્તું થશે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 1976 રૂપિયા હશે, જ્યારે કોલકાતામાં તેની કિંમત 2095.50 રૂપિયા, મુંબઈમાં 1936.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2141 રૂપિયા હશે.