જુલાઈ મહિનામાં રેશનકાર્ડ ધારકોને કેટલું અનાજ મફત મળશે?

સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. ત્યારે જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે પણ દર મહિને સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે.

કેટલું મળશે અનાજ

અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3.500 કિ. ગ્રામ ઘઉં મળશે એટલે કે સાડા ત્રણ કિલો અનાજ મળવાપાત્ર રહેશે, જેનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહેશે. એવી રીતે ચોખા પણ વ્યક્તિ દીઠ 1.500 કિ. ગ્રામ મળવાપાત્ર રહેશે, જેનો ભાવ 3 રૂપિયા પ્રતિ કિલો રહેશે. તુવેર દાળ દરેક કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર રહેશે, જેનો ભાવ 61 રૂપિયા પ્રતિ કિલો રહેશે.જે લાભાર્થીઓને કેરોસીન મળે છે તેવા બીપીએલ લાભાર્થી, અંત્યોદય લાભાર્થી બન્ને કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 2 લિટર કેરોસીન અને વધુમાં વધુ 8 લિટર મળવાપાત્ર રહેશે, જેનો ભાવ તમારા સ્થાનિક કલેકટરશ્રી એ નક્કી કરેલ રાહત દરે મળવાપાત્ર છે.

અંત્યોદય કાર્ડ ધારકોને કેટલું મળશે

જે લાભાર્થીઓને અંત્યોદય કાર્ડ ધરાવે છે તેને વધુમાં વધુ 6 વ્યક્તિઓ હોય તેને રેશનકાર્ડ દીઠ ૧ કિલો મીઠું મળશે, જેનો ભાવ 1 રૂપિયો પ્રતિ કિલો રહેશે. બીપીએલ રેશનકાર્ડ ધરાવતા લોકો કે જેમાં 6 વ્યક્તિથી વધુ હોય તેને એક રેશનકાર્ડ દીઠ 2 કિલો મળવાપાત્ર રહેશે. જેનો ભાવ 1 રૂપિયો પ્રતિ કિલો રહેશે.

APL કાર્ડ ધારકોને કેટલું મળશે

AAY અંત્યોદય કુટુંબોને એક રેશનકાર્ડ દીઠ 25 કિલો ઘઉં મળશે જેનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો રહેશે. તે મુજબ ચોખા એક કાર્ડ દીઠ 10 કિલો માળવપાત્ર રહેશે, જેનો ભાવ એક કિલો દીઠ 3 રૂપિયા રહેશે. આવી જ રીતે તુવેર દાળ પણ કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર રહેશે. જેનો ભાવ 61 રૂપિયા પ્રતિ કિલો રહેશે અને ખાંડ નીયમિત એક કાર્ડ પર ત્રણ વ્યક્તિ દીઠ 1 કિલો મળશે જેનો ભાવ 15 રૂપિયા પ્રતિ કિલો રહેશે.

BPL કાર્ડ ધારકોને કેટલું મળશે

બીપીએલ લાભાર્થી ધારકોને વ્યક્તિ દીઠ 2 લિટર કેરોસીન અને વધુમાં વધુ 8 લિટર મળવાપાત્ર રહેશે, જેનો ભાવ તમારા સ્થાનિક કલેકટરશ્રી એ નક્કી કરેલ રાહત દરે મળવાપાત્ર છે.બીપીએલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને જે ખાંડ મળે છે તે વ્યક્તિ દીઠ 0.350 કિ. ગ્રામ મળવાપાત્ર છે, જેનો ભાવ 22 રૂપિયા પ્રતિ કિલો રહેશે.

સમયસર અનાજ ના મળે તો શું કરવું

જો લાભાર્થીઓને પોતાનો મળવાપાત્ર જથ્થો સમયસર ન મળતો હોય અથવા જથ્થો પૂરતાં પ્રમાણમાં ન મળે અને તમને જે અનાજ મળે છે તેની ગુણવત્તા થી તમે અસંતોષ હોવ તો અથવા તમે જે અનાજ લીધું છે તેની રસીદ મળતી ન હોય તો તે દુકાન સાથે સંકળાયેલા સભ્યોનો સંપર્ક કરીને જિલ્લા કલેકટરશ્રીને ફરિયાદ કરી શકો છો