જીલ્લા પંચાયત નવસારી ભરતી 2022 : પગાર 60000 થી શરુ

જિલ્લા પંચાયત નવસારી ખાતે સને ૨૦૨૨-૨૩માં “કાયદા સલાહકાર’ ની કુલ જગ્યા-૧ ની સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૨૯-૦૬-૨૦૨૨ના પત્રથી ઉપરોક્ત નિમણૂંક કરવા મંજુરી આપવામાં આવેલ છે. સબબ જગ્યા માટે નીચે જણાવેલ શરતોને આધિન આવેદનપત્ર જાહેરાતના દિન-૧૦માં અરજી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, પહેલો માળ, જિ.પં. નવસારી ખાતે રજી. એડીથી મોકલવા જણાવવામાં આવે છે.

જીલ્લા પંચાયત નવસારી ભરતી

જીલ્લા પંચાયત નવસારી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં આ સંસ્થા દ્વારા કાયદા સલાહકારની જગ્યા ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

જીલ્લા પંચાયત નવસારી ભરતી – હાઈલાઈટ્સ

જાહેરાત કરનાર સંસ્થા જીલ્લા પંચાયત નવસારી
પોસ્ટ કાયદા સલાહકાર
નોકરી સ્થળ નવસારી / ગુજરાત
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાના 10 દિવસની અંદર

પોસ્ટ

  • કાયદા સલાહકાર : 01

શૈક્ષણિક લાયકાત

  • (૧) ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી. (૨) કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ. (3) CCC+LEVEL નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ

ઉમર મર્યાદા

  • મહત્તમ વયમર્યાદાઃ- ૫૦ વર્ષ

અનુભવ

  • (૧) ઓછામાં ઓછા ૫ વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. (૨) તે પૈકી નામ, હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા, (૩) સરકારી વિભાગો / વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમ હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • (૧) કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા. ૬૦,૦૦૦/- આ એકત્રિત વેતન પર કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવાપાત્ર થશે નહી.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 08/09/2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 18/09/2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here