શેર બજાર માં ક્યાં 5 શેર માં રોકાણ કરવાથી મળશે સારું વળતર જુઓ 5 ફાયદાકારક કંપની

શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 5. શેર વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 5 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

માર્ગો ફાઈનાન્સ:

આ કંપનીનો શેર 9.78 રૂપિયાના લેવલથી લઈને રોકેટગતિએ ઉછળી જુલાઈ 2021માં 26.73 રૂપિયા પર પહોંચી ગયો હતો. આમ, આ શેરે રોકાણકારોને 173 ટકા કમાણી કરાવી. જુલાઈના છેલ્લા અઠવાડિયામાં આ શેરમાં 21.50 ટકાનો ઉછાળો જોવા મળ્યા હતો. છેલ્લા સપ્તાહના સેશનમાં તેનો ભાવ 22 રૂપિયાથી 26.73 રૂપિયા પર પહોંચી ગયો હતો.

ગુડલક ઈન્ડિયા:

ગાઝિયાબાદની આ એન્જિનિયરિંગ કંપનીના શેરમાં જુલાઈમાં 173.50 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ શેરનો ભાવ 105.10 રૂપિયાથી વધીને 287.45 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ શેરે રોકાણકારો જુલાઈ મહિનાના છેલ્લા 5 ટ્રેડિંગ સેશન્સમાં 30 ટકા કરતા વધુ કમાણી કરાવી હતી. જ્યારે છેલ્લા ટ્રેડ સેશનમાં તો તેમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી.

યુનિસન મેટલ્સ:

અન્ય મેટલ શેર્સની જેમ આ કોમોડિટી શેરે પણ જુલાઈ 2021માં રોકાણકારોને મોટી કમાણી કરાવી. આ શેર 27.30 રૂપિયાના ભાવથી 163 ટકા વધીને 71.85 રૂપિયા પર પહોંચી ગયો હતો. જુલાઈના છેલ્લા સપ્તાહના ટ્રેડ સેશનમાં આ શેરે રોકાણકારોને 21.50 ટકા વળતર આપ્યું. છેલ્લા ટ્રેડ સેશનમાં તેમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી.

ગીતા રિન્યુએબલ એનર્જી:

આ એનર્જી શેરએ રોકાણકારોને જુલાઈ મહિનામાં 156 ટકા કમાણી કરાવી. આ શેરનો ભાવ 79.40 રૂપિયાથી વધીને 203.85 રૂપિયા પર પહોંચી ગયો હતો. જુલાઈ મહિનાના છેલ્લા ટ્રેડ સેશનમાં આ શેરએ 21.50 ટકા વળતર આપ્યું હતું.આ શેર્સમાંથી રોકાણકારોને કેટલી કમાણી થઈ એનો અંદાજ લગાવવા ઉદાહરણ તરીકે જોઈએ તો, માર્ગો ફાઈનાન્સના શેરમાં કોઈએ 1 લાખ રૂપિયા રોક્યા હોત તો તે જુલાઈ મહિનામાં 2.73 લાખ રૂપિયા થઈ ગયા હોત, ગુડલક ઈન્ડિયામાં એ રૂપિયા 2.735 લાખ થઈ ગયા હોત, બિનાયક ટેક્સ પ્રોસેસર્સમાંના શેર્સમાં એ રૂપિયા 2.65 લાખ થઈ ગયા હોત, યુનિસન મેટલ્સમાં તે 2.63 લાખ, જ્યારે ગીતા રિન્યુએબલ એનર્જીના શેર્સમાં એ રૂપિયા 2.65 લાખ થઈ ગયા હોત.

બિનાયક ટેક્સ પ્રોસેસર્સ:

મુંબઈની આ ફેબ્રિક મિલ્સ ઈન્ડસ્ટ્રીનો શેર 453.60 રૂપિયાથી વધીને 1202.70 રૂપિયા પર પહોંચી ગયો હતો. આમ, તેણે રોકાણકારોને જુલાઈ મહિનામાં 165 ટકા કમાણી કરાવી હતી. જુલાઈ મહિનાના છેલ્લા 5 સેશન્સમાં આ શેરએ 21.50 ટકા વળતર આપ્યું હતું.

નોંધ :- શેરમાં રોકાણ જોખમોને આધીન છે. અમારો ઉદ્દેશ્ય આપને માહિતી પુરી પાડવાનો છે. નફા કે નુકશાન માટે અહેવાલની કોઈ જવાબદારી રહેશે નહિ. કૃપા કરી રોકાણપૂર્વે આપણા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.