ખેડૂત અસ્ક્માત વીમા યોજના। ખાતેદાર ખેડૂત ને મળશે 2 લાખ ની સહાય..

ગુજરાત સરકારે રાજ્યના ખેડુતોના લાભાર્થે ખાતેદાર ખેડુત આકસ્મિક મૃત્યુ /કાયમી અપંગતતા સહાય યોજના ૨૬મી જાન્યુઆરી ૧૯૯૬ ના શુભ દિવસથી આરંભ કરેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડુતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના ૧૦૦ % રાજ્ય સરકારના સહાયની યોજના છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રીમીયમ ચુકવવામાં આવે છે.

ખેડુત ખાતેદારને વીમાનો લાભ આપી તેના પરીવારને આર્થિક રક્ષણ પુરું પાડવાની યોજના હાલમાં ગુજરાત સામુહિક જૂથ (જનતા અકસ્માત વીમા યોજના) હેઠળ તા. ૦૧/૦૪/૨૦૦૮ થી વિમા નિયામકશ્રી મારફત અમલમાં છે.રાજય સરકારશ્રી દ્વારા તા.૦૧/૪/૨૦૧૨થી ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત વારસદાર (પુત્ર/પુત્રી)નો સમાવેશ કરવામાં આવેલ છે.

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા ની માહિતી

ગુજરાત સરકારે ખેડૂતોના જીવન એના રક્ષણ માટે એક યોજના અમલમાં મુકવામાં આવેલ છે આ યોજના ખેડુત વીમા યોજના તરીકે ઓળખવામાં આવે છે આજે યોજના માં જો ખેડૂત એ ખાતેદાર ધરાવતો હોય તો તે આ યોજનામાં લાભ લઇ શકે છે. આ યોજના એ 100% ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ યોજનાનું સંચાલન અને ગુજરાતમાં “ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ કરવામાં આવે છે અને આ યોજના અનિયમિત કચેરીએ ગાંધીનગરમાં આવેલી છે.ખેડૂત વીમા યોજના એક ખેડૂતોને જીવન રક્ષણ માટેની ખેડૂત વીમા યોજના અમલમાં મુકવામાં આવેલી છે આ યોજના દ્વારા સરકારે જણાવવા માંગે છે તે ખેડૂતો પ્રત્યે ચિંતિત છે. ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ જો ખેડૂતે કાયમી અપંગતા મૃત્યુ પામે તો તેમને આ યોજના માનવીમાં રક્ષણ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

ખેડૂત વીમા યોજના નું ગુજરાતમાં તારીખ 01/04/2008 અમલમાં મૂકવામાં આવેલી છે.

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના શા માટે છે?

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય પુરી પાડવાનો છે.

લાભ મેળવવા માટે પાત્રતા

ગુજરાત રાજયના વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં જો તેઓની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોય તો તેમને આ યોજનામાં લાભ મળવાપાત્ર થાય છે.

લાભાર્થી માટે ની શરતો

કોઇ ૫ણ વ્યકિતને અકસ્માતે ઇજા કે મૃત્યુ ત્યારે થયેલ ગણાશે કે જે બનાવ અણઘારેલ, એકાએક અને બિનઇરાદા પૂર્વકનો હોય કે જેમાં જોઇ શકાય તેવા બાહય હિંસક નિશાનો જણાય ૫રંતુ અકસ્માતે મૃત્યુ/ઇજાની વ્યાખ્યામાં નીચેનાનો સમાવેશ સ્પષ્ટ રીતે થશે નહી.

  • અકસ્માત વીમા યોજનામાં જે વ્યક્તિ અડધી કરે છે તે વ્યક્તિએ કાયમ પોતે ખાતેદાર ખેડૂત એ મૃતક અથવા કાયમી અપંગ હોય અથવા વ્યક્તિગત કે સંયુક્ત નામે ગુજરાત રાજ્યમાં જમીન ધારણ કરેલી હોય અથવા તે ખેડૂતના સંતાનો અથવા તેમના પતિ પત્ની હોવા જોઈએ અરજી કરવા માટે.
  • આ યોજનાનો લાભ લેવા માટેનું કારણ કે મૃત્યુ અથવા કાયમી અપંગતા ધરાવતા વ્યક્તિ અથવા અકસ્માત ના કારણે થયેલ હોવું.
  • આ યોજનામાં વ્યક્તિએ કરેલો આપઘાત અથવા વ્યક્તિઓનું કુદરતી રીતે થતાં મૃત્યુના યોજનામાં સમાવેશ થાતું નથી.
  • મૃત્યુ પામેલી વ્યક્તિ અથવા કાયમી અપંગ થઈ ગયેલી વ્યક્તિ ની ઉંમરે એ પાંચ વર્ષથી લઈને ૭૦ વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
  • જો ખેડૂતો મૃત્ય થઇ ગયાના 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ની કચેરી માં અરજી કરવામાં આવેલી હોય તો આ અકસ્માત વીમા યોજના માટે સક્ષમ ગણાશે.

લાભ લેવા માટે ઉપયોગી દસ્તાવેજ

લાભ કેવી રીતે લેવાશે

ખાતેદાર ખેડૂતનુ મૃત્યુ થાય તો ખાતેદાર ખેડૂતના વારસદારએ અને અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી ૯૦ દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે રૂબરૂ કરવાની રહેશે ૯૦ દિવસબાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં

મહત્વપૂર્ણ લીંક

અકસ્માત સહાય યોજના PDFઅહી ક્લિક કરો
યોજના ની ઓફિસ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો