હવે ઘરે બેઠા કઢાવો જાતિનો દાખલો ઓનલાઇન 20 મિનિટમાં..

વિદ્યાર્થીઑ થી લઈ દરેક વ્યક્તિ ને ઘણા સમયે વિભિન્ન દાખલાઓ ની આવશ્યકતા પડતી હોય છે. એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ ને કેટલાય પ્રકાર ના દાખલાઓ ની આવશ્યકતા પડતી હોય છે જેમ કે જાતિ નો દાખલો, જન્મ નો દાખલો, સ્કૂલ છોડ્યા નો દાખલો વગેરે…

જાતિનો દાખલો

સરકાર દ્વારા આપવામાં આવતો એક દાખલો છે. આ દાખલો જે તે વ્યક્તિ ની જાતિ(જ્ઞાતિ) ને દર્શાવે છે. વિવિધ કેટેગરી પ્રમાણે આ દાખલાને આપવામાં આવે છે. વિદ્યાર્થીઑ ને આ દાખલા ની ખાસ જરૂર પડતી હોય છે.ગુજરાત માં ઘણી સ્કૂલ એવી છે જે જાતિના દાખલા ની પ્રોસેસ ને જાતે જ કરી અને વિદ્યાર્થીઑ ને આપે છે. આ દાખલા ને કઢાવવા માટે વિવિધ ડોકયુમેંટ ની આવશ્યકતા હોય છે.

શેના માટે ઉપયોગી છે

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ શ્રેણી હેઠળ અનામત કોઈપણ વ્યક્તિ જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે અને વિવિધ હેતુઓ માટે જાતિ પ્રમાણપત્ર મેળવવું જોઈએ. કેટલાક હેતુઓ નીચે મુજબ છે.

અમુક શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં અનામત ક્વોટા હેઠળ બેઠકો મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે જાતિ પ્રમાણપત્ર મહત્વપૂર્ણ છે.
શાળા/કોલેજોમાં ફીમાં રાહત માટે જાતિ પ્રમાણપત્ર જરૂરી છે.
સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિનો લાભ મેળવવો.
વિશેષ આરક્ષણો માટે સબસિડીનું વિતરણ કરવા માટે સરકારને જાતિ પ્રમાણપત્રની જરૂર છે.
રોજગારના સંદર્ભમાં, નોકરી શોધનારાઓ માટે જાતિ પ્રમાણપત્ર ફરજિયાત છે, જેઓ અનામત ક્વોટા હેઠળ નિમણૂક તરીકે સરકારી નોકરીઓ માટે અરજી કરે છે.
સરકાર દ્વારા માત્ર વંચિતો માટે અમલમાં મૂકાયેલી યોજનાઓ માટે અરજી કરવા માટે, જાતિ પ્રમાણપત્ર આવશ્યક છે.
વિધાનસભાઓમાં અનામત બેઠકો માટે જાતિ પ્રમાણપત્ર પ્રદાન કરવું આવશ્યક છે

ઉપયોગી ડોક્યુમેન્ટ

ઓફલાઈન કઢાવવાની પ્રક્રિયા

આપેલ ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ ને સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે ભરી નજીક ની સામાજિક કલ્યાણ વિભાગ ની કચેરી એ તેને જમા કરવવામાં આવે છે. ત્યાર બાદ બે થી ત્રણ દિવસ માં ત્યાથી આપને જાતિ નો દાખલો મળશે.

ST/SC માટેનું ફોર્મ Download
SEBC/OBC માટેનું ફોર્મ Download

ઓનલાઇન કઢાવવા માટે ની પ્રક્રિયા

જાતિ પ્રમાણપત્ર માન્યતા


ગુજરાત સરકારે તેના નાગરિકોને આપવામાં આવતા જાતિ પ્રમાણપત્રની માન્યતા ત્રણ વર્ષ માટે લંબાવી છે.

જાતિ ના દાખલા ના લાભ 

જાતિ નો દાખલો એ ખુબજ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. વિવિધ સરકારી અને બંધારણીય લાભો માટે જાતિના દાખલા ની આવશ્યકતા હોય છે. જેંક કેટલીક જગ્યાઓ પર પ્રવેશ કે નૌકરી માટે વિવિધ જ્ઞાતિ ને એક સ્પેશિયલ રિજર્વેશન આપવામાં આવ્યું છે. આ રિજર્વેશન નો લાભ લેવા માટે જાતિ ના દાખલા ની આવશ્યકતા પડે છે