જ્ઞાન ગુરુ ક્વિજ આજના પૂછાયેલા પ્રશ્નો @g3q.co.in

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022” ચાલુ કરેલી છે. આ સ્પર્ધા દ્વારા ગુજરાત સરકારનો એક ધ્યેય મંત્ર નક્કી કરવામાં આવ્યો છે. ધ્યેય મંત્ર છે “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”. તેની શરૂઆત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓ આ ક્વિઝનો લાભ લઈ શકે છે, અને તેમની જાણકારી અનુસાર પ્રશ્નોના જવાબ આપીને ઈનામો જીતી શકે છે.

જ્ઞાન ગુરુ ક્વિજ આજના પૂછાયેલા પ્રશ્નો

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

આ પણ વાંચો : ગુરુ પૂર્ણીમાની શુભકામનાઓ પાઠવો અલગ અંદાજમાં, તમારા ફોટા વાળી ફ્રેમ લગાવો

કોલેજ ક્વિજ પ્રશ્નો

1. ગુજરાતમાં કેટલા ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર ઉપલબ્ધ છે ?

2. ખેડૂત કઈ યોજના હેઠળ છોડનું પાલનપોષણ કરી અને ગુજરાત વનવિભાગને વેચાણ કરે છે ?

3. ગુજરાતમાં ‘ગ્રામવન’ યોજના કયા વર્ષે શરૂ થઈ ?

4. પુનિત વન કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે ?

5. કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?

6. વનમહોત્સવ દરમિયાન રોપવિતરણ યોજના અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓને કેટલા રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે ?

7. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોની કસ વિનાની કેટલી જમીનમાં વૃક્ષ વાવેતર કરી આપવામાં આવે છે ?

8. ટીસ્યુ કલ્ચર/નીલગીરી ક્લોનલ રોપા વિતરણ યોજનાનો લાભ કોણ લઈ શકે ?

9. કચ્છના રણમાં વન્યજીવન અભયારણ્યની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?

10. પંચમહાલમાં આવેલ ‘જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય’ શેના માટે જાણીતું છે ?

11. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિ મળી આવે છે ?

12. ગુજરાત સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

13. હરિયાળું ગુજરાત કાર્યક્રમ શેના પર પ્રસારિત કરવામાં આવે છે ?

14. દૂરદર્શનનો મુદ્રાલેખ શું છે ?

15. ગુજરાત સરકાર દ્વારા રણોત્સવ કયા મહિનાઓ દરમિયાન ઉજવવામાં આવે છે ?

અન્ય પ્રશ્નો ડાઉનલોડ કરવા નીચે આપેલી ફાઈલ ડાઉનલોડ કરો.

PDF ડાઉનલોડ અહી ક્લિક કરો

1 thought on “જ્ઞાન ગુરુ ક્વિજ આજના પૂછાયેલા પ્રશ્નો @g3q.co.in”

Leave a Comment