ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં થયું મતદાન, જાણો પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. બધી બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંદાજિત 60.47 ટકા મતદાન નોંધાયું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ ચાલી રહ્યું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર) ચૂંટણી મેદાનમાં છે, ત્યારે સવારે 10 વાગ્યા સુધીમાં 12 ટકા મતદાન થયું છે. તો જોઈએ મતદાન અંગેની સંપૂર્ણ માહિતી…

ઓછા મતદાનથી કોને થશે નુકશાન?

જાણકારોનું કહેવું છે કે ઓછું મતદાન હંમેશાં સત્તાપક્ષને નુકસાન કરતું હોય છે.

આ પણ વાંચો : ઇ આધારકાર્ડ શું છે? કયા કામ આવે છે એ આધાર કાર્ડ? ઓનલાઈન કઈ રીતે કઢાવવું? જાણો તમામ માહિતી

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે “આ પહેલી વાર નથી થયું કે ગ્રામીણ વિસ્તારના લોકોએ વધુ મતદાન કર્યું હોય, આ એક પરંપરા રહી છે કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારના લોકો વધુ મતદાન કરે છે.

તેઓ કહે છે કે “નવું ફૅક્ટર એ છે કે શહેરી મતદારોએ નોંધપાત્ર માત્રમાં ઓછું મતદાન કર્યું છે.”

તેઓ કહે છે, “પહેલેથી લોકો (મતદારો) નિષ્ક્રિય હતા. અને મતદારની નારાજગી કે નિષ્ક્રિયતા હંમેશાં શાસક પક્ષ સામે હોય છે. લોકો જ્યારે શાસક પક્ષથી નારાજ હોય ત્યારે તેઓ મતદાનથી અલિપ્ત રહેતા હોય છે.”

“ગ્રામીણ લોકો શહેરી નાગરિકો કરતાં વધુ જાગૃત નાગરિકો છે. એ પોતાનાં સમાજ, જ્ઞાતિ અને ગામનું હિત જોઈને મોટી સંખ્યામાં મતદાન કરતા હોય છે.”

તેઓ ઉદાહરણ આપતા કહે છે, “તાલુકાની કક્ષાની જે બેઠકો હોય છે તેમાં તાલુકા કક્ષાના મત 25-30 ટકા હોય છે અને 70-75 ટકા મત આસપાસનાં ગામડાંના હોય છે.

તેમનું કહેવું છે કે ગ્રામ્ય મતદારો દરેક બેઠકમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો : આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના : 1 લાખ રૂપિયાની લોન મળશે ઓછા વ્યાજદરે

બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી

આજ રોજ 19 જીલ્લાની કુલ 89 બેઠકો પર મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન તાપી જીલ્લામાં સરેરાશ 72.32% અને સૌથી ઓછુ મતદાન અમરેલી જીલ્લામાં સરેરાશ 52.73% મતદાન થયું હતું. 89 બેઠકો પરના 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે.

નંબરવિધાનસભા નામટકાવારી
1અબડાસા62.00%
2માંડવી52.55%
3ભૂજ59.20%
4અંજાર64.13%
5ગાંધીધામ39.89%
6રાપર58.25%
60દસાડા59.55%
61લીંબડી61.25%
62વઢવાણ53.28%
63ચોટીલા62.67%
64ધાંગધ્રા66.77%
65મોરબી67.16%
66ટંકારા64.23%
67વાંકાનેર71.19%
68રાજકોટ પૂર્વ55.50%
69રાજકોટ પશ્ચિમ58.59%
70રાજકોટ દક્ષિણ54.50%
71રાજકોટ ગ્રામ્ય61.42%
72જસદણ62.35%
73ગોંડલ54.99%
74જેતપુર63.22%
75ધોરાજી57.16%
76કાલાવાડ53.58%
77જામનગર ગ્રામ્ય53.83%
78જામનગર ઉત્તર55.96%
79જામનગર દક્ષિણ55.69%
80જામજોધપુર61.73%
81ખંભાળિયા60.29%
82દ્વારકા57.90%
83પોરબંદર58.54%
84કુતિયાણા48.30%
85માણાવદર59.34%
86જુનાગઢ58.20%
87વિસાવદર50.10%
88કેશોદ61.61%
89માંગરોળ55.55%
90સોમનાથ66.54%
91તાલાળા60.24%
92કોડીનાર53.77%
93ઉના57.42%
94ધારી52.70%
95અમરેલી55.76%
96લાઠી58.66%
97સાવરકુંડલા54.18%
98રાજુલા63.30%
99મહુવા61.96%
100તળાજા55.01%
101ગારિયાધાર59.30%
102પાલિતાણા57.43%
103ભાવનગર ગ્રામ્ય60.45%
104ભાવનગર પૂર્વ56.08%
105ભાવનગર પશ્ચિમ54.56%
106ગઢડા50.92%
107બોટાદ62.80%
148નાંદોદ65.14%
149દેડીયાપાડા81.34%
150જંબુસર61.83%
151વાગરા63.10%
152ઝઘડિયા77.65%
153ભરૂચ54.35%
154અંકલેશ્વર59.43%
155ઓલપાડ59.04%
156માંગરોળ60.00%
157માંડવી80.45%
158કામરેજ64.83%
159સુરત પૂર્વ67.25%
160સુરત ઉત્તર64.06%
161વરાછા રોડ55.63%
162કરંજ49.53%
163લીંબાયત58.52%
164ઉધના55.69%
165મજુરા58.07%
166કતારગામ64.08%
167સુરત પશ્ચિમ60.04%
168ચોર્યાસી54.40%
169બારડોલી65.97%
170મહુવા71.36%
171વ્યારા65.29%
172નિઝર77.87%
173ડાંગ64.84%
174જલાલપોર67.13%
175નવસારી61.81%
176ગણદેવી66.24%
177વાંસદા70.62%
178ધરમપુર64.77%
179વલસાડ61.31%
180પારડી63.60%
181કપરાડા75.17%
182ઉમરગાવ61.75%
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : ફેડની નરમાઈ અને મુખ્ય સેન્ટ્રલ બેંકની ખરીદીને કારણે સોના અને ચાંદીમાં ઉછાળો

જિલ્લા પ્રમાણે મતદાનની ટકાવારી

1 thought on “ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં થયું મતદાન, જાણો પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી”

Leave a Comment