ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કયા કેટલું થયું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક મતનું પણ ઘણું મહત્ત્વ હોય છે એ સમજીને વૃદ્ધો, યુવકો સહિત મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ
  • 14 જિલ્લાની 93 બેઠકો પર 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ
  • 8મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે મતગણતરી

14 જિલ્લાની 93 બેઠકો પર 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં હતા. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : દિવ્ય ભાસ્કર લઈને આવ્યું છે, સચોટ અનુમાન લગાઓ અને જીતો 1 લાખ રૂપિયા કોન્ટેસ્ટ, જાણો તમામ માહિતી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં અત્યાર સુધી આ રીતે થયું મતદાન?

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બપોરે ત્રણ વાગ્યા સુધી 50.51 ટકા મતદાન થયું છે.

બપોરે એક વાગ્યા સુધી 34.74 ટકા મતદાન થયું હતું ત્યારે સવારે 11 વાગ્યા સુધી 19.17 ટકા મતદાન થયું હતું.

અમદાવાદમાં અન્ય જિલ્લાઓ કરતાં સતત ઓછું મતદાન જોવા મળ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધી અમદાવાદમાં 44.44 ટકા મતદાન થયું છે જ્યારે સાબરકાંઠામાં સૌથી વધારે 57.24 ટકા મતદાન થયું છે.

બનાસકાંઠા જ્યાં નવ વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બનાસકાંઠામાંથી 55.74 ટકા મતદાન થયું છે.

બોપેર ત્રણ વાગ્યા સુધી મહીસાગરમાં પણ 48.58 અને દાહોદમાં 46.38 ટકા જ મતદાન થયું છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન શરૂ, જાણો કયા કેટલું થયું મતદાન

જાણો કઈ બેઠક પર કેટલું થયું મતદાન

જિલ્લાનું નામ મતદાનની ટકાવારી
બનાસકાંઠા 66 ટકા
પાટણ 61 ટકા
મહેસાણા 62 ટકા
સાબરકાંઠા 68 ટકા
અરવલ્લી 65 ટકા
ગાંધીનગર 63 ટકા
અમદાવાદ 55 ટકા 
આણંદ 64 ટકા
ખેડા 64 ટકા
મહીસાગર 59 ટકા
પંચમહાલ 64 ટકા
દાહોદ 57 ટકા
વડોદરા 60 ટકા
છોટા ઉદેપુર  65 ટકા
કુલ મતદાન સરેરાશ 62 ટકા (અંદાજીત)

મહત્વપૂર્ણ લિન્ક

ગુજરાત વિધાનસભા ચૂંટણી: તમામ બેઠકો પર થયેલ મતદાનની ટકાવારી જુઓClick Here
HomePageClick Here