ગુજરાત સરકારનો નવો નિર્ણય, હવે 15 વર્ષથી જુનું વાહન રાખવા માટે મેળવવું પડશે સર્ટીફીકેટ

નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસી 2022 | ગુજરાત સરકારે સ્ક્રેપ પોલિસીના અમલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે સરકારે 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપી છે. તેથી, 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે પ્રમાણપત્ર મેળવવું પડશે.

  • ગુજરાતમાં સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારીઓ શરૂ
  • સરકારે 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપી છે
  • 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે.

ગુજરાત સરકારની સ્ક્રેપ પોલીસી

ગુજરાતમાં સ્ક્રેપ પોલિસીના અમલ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો 15 વર્ષ જૂના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. આ માટે સરકારે PPP ધોરણે 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપી છે. જેમાં 15 વર્ષ જૂના વાહનોનું ચેકિંગ કરવાનું રહેશે. જે વાહનો આ પરીક્ષણમાં નિષ્ફળ જશે તેમને સીધા જ સ્ક્રેપયાર્ડમાં મોકલવામાં આવશે. ફિટનેસ સેન્ટરમાં ટેસ્ટ આપવા માટેની ફી ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એકલા અમદાવાદ જિલ્લામાં જ 20 લાખ વાહનો 15 વર્ષ જૂના છે.

સ્ક્રેપ પોલિસીના કારણે 20 વર્ષથી જૂના વાહનોને રસ્તા પર આવવા દેવામાં આવશે નહીં. હાલમાં ભારતમાં 51 લાખ જૂના વાહનો સ્ક્રેપિંગ માટે ચિહ્નિત છે. તેનો હેતુ નવા વાહનોની ખરીદીને પ્રોત્સાહિત કરવાનો પણ છે. 20 વર્ષ જૂના વાહનોના માલિકોને સ્ક્રેપિંગ માટે પ્રમાણપત્ર મળશે. આ પ્રમાણપત્ર પછી, તેમને નવું વાહન ખરીદવા પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાંથી મુક્તિ મળશે.

શું 15 વર્ષ જૂના વાહનને પણ આ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે?

કેન્દ્ર સરકારની આ નીતિ હેઠળ પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા 20 વર્ષ જૂના ખાનગી વાહનોને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ શરત એ છે કે વાહનનો ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. નિષ્ફળતા પર વાહન સ્ક્રેપ કરવામાં આવશે. 1 જૂન, 2024 પછી,

આ પોલિસીથી આપણને શો લાભ થશે?

  • કંપનીઓ તેમની જૂની કારને સ્ક્રેપ કરનારાઓને નવી કાર પર 5 ટકા ડિસ્કાઉન્ટ આપે છે
  • સ્ક્રેપિંગ પોલિસી હેઠળ નવા વાહનની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ
  • નવી કાર ખરીદ્યા પછી 3 વર્ષ માટે રોડ ટેક્સ પર 25% ડિસ્કાઉન્ટ
  • નવા વાહનની નોંધણી માટે કોઈ ફી લેવામાં આવતી નથી
  • વાહનના સ્ક્રેપિંગના ખર્ચના 4 થી 6 ટકા વાહન માલિકને મળશે.
  • પોલિસી બાદ સ્ટીલ, રબર, એલ્યુમિનિયમ, રબરની આયાત નહીં કરવી પડે
  • સ્ક્રેપિંગ પોલિસી લાગુ થયા બાદ વાહનોના ભાવમાં 30 થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે.

સ્ક્રેપ પોલીસીની વિગતવાર માહિતી જુઓ 👇🏻

Leave a Comment