ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કા પૂર્ણ, જુઓ EXIT POLLમાં કોને કેટલી સીટ

ગુજરાતમાં બંને તબક્કાની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ હવે જ્યારે વિવિધ એજન્સીઓ દ્વારા Exit Poll દ્વારા તારણ કાઢવામાં આવ્યું તો ગુજરાતમાં એકવાર ફરી મોદી લહેર જોવા મળી રહી છે. ત્યારે અમારા દ્વારા પણ રાજ્યની તમામ બેઠકોને લઇને સર્વે કરવામાં આવ્યો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી

ગુજરાતમાં રંગેચંગે લોકશાહીનો પર્વ ઉજવાયો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પણ પૂર્ણ થઇ ગયું છે. જોકે આ વખતે ત્રણેય પાર્ટીઓ દ્વારા ધૂમ પ્રચાર બાદ પણ રાજ્યમાં ત્રિશંકુ લડાઈ નથી દેખાઈ રહી. તમામ એજન્સીઓના સર્વેમાં ગુજરાતમાં એક તરફી ચૂંટણી થઈ હોવાનું સામે આવી રહ્યું છે અને ભાજપની ટક્કરમાં કોઈ પાર્ટી નથી દેખાઈ રહી. ત્યારે હવે VTV NEWS દ્વારા પણ ગુજરાતભરમાં સર્વે કરવામાં આવ્યો છે. ત્યારે અહીં જોઇશું કે ગુજરાતમાં ક્યાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળવાનું અનુમાન છે. VTVના એગ્ઝિટ પોલમાં સૌરાષ્ટ્રમાં ભાજપને સૌથી વધુ બેઠક મળવાનું અનુમાન છે. ભાજપને 28, કોંગ્રેસને 20, AAPને 5 અને અન્યને 1 બેઠક મળવાનું અનુમાન.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કયા કેટલું થયું મતદાન
  • બંને તબક્કાની ચૂંટણી બાદ Exit Pollમાં BJPનો દબદબો
  • 8 ડિસેમ્બરના રોજ જાહેર થશે ગુજરાત ચૂંટણીનું પરિણામ
  • ચૂંટણી પૂર્ણ થયા VTV દ્વારા પણ ગુજરાતભરમાં સર્વે કરાયો

સૌરાષ્ટ્રની કઇ બેઠક પર કઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે?

જિલ્લાભાજપકોંગ્રેસઆપઅપક્ષકુલ બેઠક
સૌરાષ્ટ્ર કચ્છ28205154
કચ્છ330 6
રાજકોટ431 8
સુરેન્દ્રનગર320 5
જામનગર302 5
દ્રારકા110 2
પોરબંદર0101 (સમાજવાદી પાર્ટી)2
જૂનાગઢ131 5
ભાવનગર700 7
બોટાદ101 2
ગીર સોમનાથ310 4
ગાંધીનગર41005
અરવલ્લી12003
સાબરકાંઠા22004
મહેસાણા24017
પાટણ13004
બનાસકાંઠા36009
વડોદરા810110
દાહોદ51006
પંચમહાલ41005
મહીસાગર11013
ખેડા51006
આણંદ42017
અમદાવાદ1650021
વલસાડ50005
નવસારી31004
તાપી11002
સુરત1321016
ભરૂચ31015
નર્મદા01102
અમરેલી05005

ચૂંટણીના બીજા તબક્કામાં આશરે 62% જેટલું મતદાન થયું

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે. પાપ્ત માહિતી અનુસાર બીજા તબક્કામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, સૌથી વધારે અંદાજે 68 ટકા મતદાન સાબરકાંઠા નોંધાયો છે તેમજ સૌથી ઓછું અંદાજે 57 ટકા મતદાન દાહોદમાં નોંધાયું છે. વિગતે જણાવીએ તો, બનાસકાંઠામાં અંદાજે 66 ટકા, પાટણમાં અંદાજે 61 ટકા અને મહેસાણામાં અંદાજે 62 ટકા તો અરવલ્લીની વાત કરીએ તો ત્યાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. ગાંધીનગરમાં અંદાજે 63 ટકા જ્યારે અમદાવાદમાં અંદાજે 55 ટકા અને આણંદમાં 64 ટકા, ખેડામાં 64 ટકા અને મહિસાગરમાં અંદાજે 59 ટકા જ્યારે પંચમહાલમાં 64 ટકા તેમજ વડોદરામાં અંદાજે 60 ટકા, છોટા ઉદેપુરમાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. તમને જણાવી દઈએ કે આ તમામ આંકડામાં હજુ ફેરફાર થઈ શકે છે અને પહેલા તબક્કામાં 63.71 ટકા મતદાન થયું હતું.

આ પણ વાંચો : ભારતીય નૌસેનામાં આવી 10 પાસ માટે મોટી ભરતીની જાહેરાત

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. દક્ષિણ ગુજરાતની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં ઓછું મતદાન થયું હતું. સૌથી વધુ 78.24 ટકા મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું હતું. બીજા નંબરે તાપી જિલ્લામાં 76.91 ટકા મતદાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ 69.65 ટકા મતદાન નોંધાયું જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા મતદાન નોંધાયું હતું.