Gujarat Election 2022 : કોંગ્રેસનાં ઉમેદવારોની બીજી યાદી જાહેર, 46 સીટો પર આપી ટીકીટ

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોર-શોર થી ચાલી રહી છે, આની સાથે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ સમસ્ત રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. અને આ વચ્ચે ગઈકાલે ભાજપે 160 સીટોના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી દીધું હતું, અને આ જોઇને કોંગ્રેસ પણ એકશનમાં આવી ને તેમના ઉમેદવારોને 46 જગ્યાઓ પર ટીકીટ આપી છે તો ચાલો જોઈએ કોને મળી ટીકીટ.

Gujarat Election 2022

Gujarat Election 2022: કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. અબડાસા બેઠક પરથી મામદભાઈ જતને ટિકિટ આપવામાં આવી છે. ટંકારા બેઠક પરથી લલિત કગથરા, જેતપુરથી દિપકભાઈ વેકરીયાને ટિકિટ આપી છે. ધોરાજી બેઠક પરથી કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને ટીકીટ મળી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આજે ભાજપે 160 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 10 ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે. જેને લઇને પ્રભારી રઘુ શર્માના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા શંકરસિંહ બાપુની રીએન્ટ્રીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. 12 નવેમ્બરે શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાય. શંકરસિંહ બાપુ વગર શરતે કોંગ્રેસમાં જોડાવવા તૈયાર થઈ ગયા છે. ખુદ જગદીશ ઠાકોર શંકરસિંહ વાઘેલા અને હાઈકમાન્ડ વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે.

કોંગ્રેસનાં ઉમેદવારોની બીજી યાદી જાહેર

આ પણ વાંચો : કોંગ્રેસને વધુ એક ઝટકો, MLA ભગવાન બારડે આપ્યું રાજીનામું

ગુજરાત કૉંગ્રેસ દ્વારા આ પહેલા 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. કૉંગ્રેસની પ્રથમ યાદીમાં અર્જુન મોઢવાડિયા, અમીબેન યાજ્ઞિક, કનુભાઈ કલસરિયાનું નામ હતું.

આ પણ વાંચો : Gujarat Solar Penal Yojana || ગુજરાત સોલાર પેનલ યોજના 2022 : સોલાર પેનલ ખરીદવા માટે મળશે સહાય

46 ઉમેદવારો સાથેની બીજી યાદી

ગુજરાત કોંગ્રેસે આખરે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે.