ગુજરાત ઇલેકશન 2022 ને લઈને મહત્વનો નિર્ણય, ચૂંટણીનાં દિવસે રહશે સમસ્ત રાજ્યમાં રજા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માથે આવીને ઉભી છે ત્યારે ચૂંટણી પંચ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આગ્રહ કરી રહ્યું છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે બીજા વિસ્તારોમાં મતદાન યોજાશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના દિવસે એટલે કે 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત ઇલેકશન 2022

પહેલી ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન માટે 19 જિલ્લામાં રજા જાહેર; 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન માટે 14 જિલ્લામાં રજા જાહેર : વધુ મતદાન થાય તે માટે સરકારે નિર્ણય લીધો. મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજા.

આ પણ વાંચો : BPL નાં લાભાર્થીઓની નવી યાદી જાહેર, જાણો તમારું નામ છે કે નહિ?

રાજ્ય સરકારે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે રજા જાહેર કરી છે. આ દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોઈ રાજ્ય સરકાર દ્વારા રજા જાહેર કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા મતદાન હોય તેવા વિસ્તારોમાં રજા જાહેર કરાઈ છે. જેમાં 1 ડિસેમ્બરે પહેલા તબક્કાના મતદાનવાળા 19 જિલ્લામાં રજા જાહેર કરાઈ છે, તો 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાનવાળા 14 જિલ્લામાં રજા જાહેર કરાઈ છે. વધુ મતદાન થાય તે માટે સરકારે રજા જાહેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આગામી તા. 1 અને તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન અંગેની માહિતી આપતા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યની 182 બેઠકો પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમવીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 18 થી 29 વર્ષની વયજૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે.

બંને તબક્કામાં મતદારો ઘરથી નજીકના સ્થળે સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યમાં 29,357 પોલીંગ સ્ટેશન લોકેશન(PSL) પર 51,839 પોલીંગ સ્ટેશન (PS) ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 5610, સુરતમાં 4637, બનાસકાંઠામાં 2613, વડોદરામાં 2590 અને રાજકોટમાં 2264 પોલીંગ સ્ટેશન આવેલા છે. સૌથી ઓછા પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં ડાંગમાં 335, પોરબંદરમાં 494,તાપીમાં 605, બોટાદમાં 614 અને નર્મદામાં 624નો સમાવેશ થાય છે.

1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે જાહેર રજા

ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ એક્ટ-2019) અંતર્ગત નોંધાયેલી સંસ્થાઓ વિધાનસભાના મતવિસ્તારની સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા જાહેર કરી છે.

કર્મચારીઓને ચાલુ પગારે રજા આપવામાં આવશે. આ જોગવાઈ અનુસાર રોજમદાર/કેઝ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા મળશે અને તેઓ વેતનના હકદાર રહેશે.

આ પણ વાંચો : હવે તમારું ઈ- પાનકાર્ડ મેળવો ઘરે બેઠા માત્ર 10 જ મીનીટમાં

જે કોઈ માલિક જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે, તેવું શ્રમ આયુકતની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે નેતાઓ પણ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો આગ્રહ કરતા હોય છે.

HOMEPAGECLICK HERE

1 thought on “ગુજરાત ઇલેકશન 2022 ને લઈને મહત્વનો નિર્ણય, ચૂંટણીનાં દિવસે રહશે સમસ્ત રાજ્યમાં રજા”

Leave a Comment