Your are blocked from seeing ads.

ઈલેક્ટ્રીક વાહન યોજના : આ યોજના અંતર્ગત પ્રતિ વાહન સબસિડી રૂ. 48,000 આપવામાં આવશે

આખા વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો જોઈએ. તે આપણી નૈતિક જવાબદારી છે. પર્યાવરણના રક્ષણ કરવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો પ્રદુષણ રહિત સાધનોનો આવિષ્કાર કરી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ દોડતી થયેલ છે.
જેથી Electric Scooter તથા e-rickshaw નો વપરાશ વધી રહ્યો છે. જેના ઉપયોગથી હવા શુદ્ધ થાય છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે. જેથી સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Yojana વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

Your are blocked from seeing ads.

ઈલેક્ટ્રીક વાહન યોજના

GEDA e Vehicle Subsidy Yojana હેઠળ ગુજરાત સરકાર દ્વારા હવે દરેક ગુજરાતીને GEDA e Vehicle Subsidy Yojana ઇલેક્ટ્રિક સાધન પર સબસિડી આપવામાં આવી રહી છે. તો પ્રિય વાંચકો, આ આર્ટીકલમાં આપણે ઈલેક્ટ્રીક વાહન યોજના ની વિગતવાર માહિતી આપીશું.

Your are blocked from seeing ads.

અમે તમને જણાવી દઈએ કે, રાજ્યમાં આબોહવા પરિવર્તન અને શમન પ્રવૃત્તિઓના ભાગરૂપે કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાના હેતુ છે. ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક સાધન પર સબસિડી આપવામાં આવી રહી છે. પોલિસીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તમામ ઇલેક્ટ્રિક વાહનોને રજીસ્ટ્રેશન ફી માંથી મુક્તિ આપવામાં આવશે. ગુજરાત સરકાર આગામી ચાર વર્ષમાં ઓછામાં ઓછા બે લાખ ઈલેક્ટ્રિક વાહનોને રસ્તા પર મૂકવાનું લક્ષ્ય ધરાવે છે. ગુજરાત સરકાર અન્ય કોઈપણ રાજ્યની સરખામણીમાં પ્રતિ kWh બમણી સબસિડી આપશે.

આ આર્ટીકલમાં અમે તમને GEDA e Vehicle Subsidy Yojana for Two Wheeler and Rickshaw વિશે સંપૂર્ણ અને વિગતવાર માહિતી આપીશું કે જેથી તમે કોઈપણ સમસ્યા વિના આ યોજનાનો લાભ મેળવી શકો.

ઈલેક્ટ્રીક વાહન યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ GEDA ઈ વાહન સબસિડી યોજના
યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવીગુજરાત સરકાર દ્વારા
યોજનાનો હેતુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો અને પ્રદૂષણની વધતી જતી સમસ્યાઓને રોકવાનો
યોજનાનો લાભ કોણ લઈ શકેગુજરાતનાં તમામ નાગરિક
ઈમેલ આઈડી info@geda.org.in

ઈલેક્ટ્રીક વાહન યોજના હેતુ

 • ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Bike Subsidy yojana હેઠળ શાળાઓ અને કોલેજોના 10,000 વિદ્યાર્થીઓ માટે લિથિયમ આયન બેટરી સંચાલિત ડ્યુઅલ-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 12,000 આપવામાં આવશે.
 • ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Rickshaw Subsidy yojana હેઠળ લિથિયમ આર્યન બેટરી સંચાલિત થ્રી-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 48,000 આપવામાં આવશે.

ઈલેક્ટ્રીક વાહન યોજનાનો લાભ

 • વિદ્યાર્થીઓને ઈ-સ્કૂટર ખરીદવા માટે 12,000 રૂપિયાની સબસિડી મળશે.
 • રાજ્ય સરકાર વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે 5,000 બેટરી સંચાલિત ઈ-રિક્ષાની ખરીદી માટે રૂ. 48,000ની સહાય પણ આપશે.
 • રાજ્ય સરકાર બેટરીથી ચાલતા વાહનને ચાર્જ કરવા માટે રાજ્યમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. 5 લાખની સબસિડી પણ આપશે.

ઈલેક્ટ્રીક વાહન યોજનાની વિશેષતાઓ

 • યોજના લૉન્ચનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તે પ્રદૂષણની વધતી જતી સમસ્યાઓને રોકવામાં મદદ કરશે.
 • યોજનાના લાભાર્થીઓ – 9 માં ધોરણથી કોલેજ સુધીના શાળાના વિદ્યાર્થીઓ યોજનાના લાભાર્થી છે.
  યોજના માટે નાણાકીય મદદ – યોજના હેઠળ સબસિડી સહાય મુજબ, લાભાર્થીઓને 12,000 રૂપિયા આપવામાં આવશે.

આ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

 • અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
 • આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જેઓ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે

ઈલેક્ટ્રીક વાહન યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

 • આધાર કાર્ડ
 • શાળા પ્રમાણપત્ર
 • બેંક ખાતાની વિગતો
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • મોબાઇલ નંબર

અરજી કઈ રીતે કરવી

 • ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક સ્કૂટર અને ઈ-રિક્ષા માટે ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પસંદ કરવામાં આવ્યું છે, પરંતુ આ યોજના હાલમાં ઓનલાઈન લૉન્ચ કરવામાં આવી નથી તેથી લાભાર્થીઓએ યોજનાનો લાભ લેવા માટે GEDA ઑફિસ અને સૂચિબદ્ધ ડીલરોનો સંપર્ક કરવો પડશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “ઈલેક્ટ્રીક વાહન યોજના : આ યોજના અંતર્ગત પ્રતિ વાહન સબસિડી રૂ. 48,000 આપવામાં આવશે”

Leave a Comment

Your are blocked from seeing ads.