ડ્રાઇવિંગ લાઇસન્સ ના નિયમોમાં ફેરફાર। જાણો નવો નિયમ

જો તમે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના છો તો હવે તમે કોઈ પણ જગ્યા પર ડ્રાઇવિંગ લાઇસન્સ નહિ બનાવી શકો. ડીએલ બનાવવાના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ હેઠળ હવે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ત્યાં બનાવી શકો છો જ્યાં આધાર કાર્ડ બન્યું હશે.

શું છે નવો નિયમ

સરકારે લર્નિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. તેના આધારે હવે લર્નિંગ લાયસન્સ તમારા આધાર કાર્ડના જિલ્લામાં જ બનશે. સરકારના આ નિર્ણયને લઈને તમારે હેરાન થવાની જરૂર નથી, અરજી કરનારે ઓનલાઈન ટેસ્ટ આપવાની રહેશે. બસ તમારે આધાર કાર્ડને લિંક કરવાનું રહેશે. આમ તો આ નિયમ અરજદારને ઓનલાઈન અરજી કરનારા માટે છે. એટલું જ નહીં નવા નિયમના આધારે હવે લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ જે જિલ્લાનું હશે તેનું જ પરમેન્ટ લાયસન્સ પણ બનશે. આ માટે અરજદારે તેમના આધાર સંબંધિત જિલ્લામાં જવાનું રહેશે. તો તમે જાણો પરમેનન્ટ ડ્રાઈવિંગ લાયસન્સને માટે અરજદારે બાયોમેટ્રિક ટેસ્ટ આપવાનો રહે છે.

કેમ બદલ્યા નવા નિયમ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે આ ફેરફાર એટલા માટે કર્યો છે કારણ કે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ફેસલેસ ટેસ્ટ છે. જ્યારે મેન્યુઅલ ટેસ્ટમાં, અરજદાર કોઈપણ જિલ્લામાંથી બનાવેલ લર્નિંગ ડીએલ મેળવી શકે છે. લખનૌ ડિવિઝનના આસિસ્ટન્ટ ટ્રાન્સપોર્ટ ઓફિસર અખિલેશ કુમાર દ્વિવેદીએ કહ્યું કે ફેસલેસ ટેસ્ટમાં આધાર કાર્ડથી જ એડ્રેસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. તેથી અરજદારે તેનું લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ તે જિલ્લામાંથી મેળવવું પડશે જ્યાં આધાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું.

નવું લાઇસન્સ બનાવતા પહેલા સાવધાન

અખિલેશ કુમાર દ્વિવેદીએ જણાવ્યું હતું કે અગાઉ અરજદારના આધાર કાર્ડ પર દર્શાવેલ સરનામાને કાયમી અને રહેણાંકના સરનામાને અસ્થાયી ગણીને લર્નિંગ ડીએલની પ્રક્રિયા કરવામાં આવતી હતી, પરંતુ હવે ઓથેન્ટિકેશન ફક્ત ઓનલાઈન સિસ્ટમમાં આધાર કાર્ડને લિંક કરીને જ કરી શકાશે. તેથી જો તમારે પણ DL બનાવવું હોય તો નવો નિયમ જાણીને જ બનાવો. અને જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે, તો સૌથી પહેલા તેને સુધારી લો

તમારા જીલ્લામાં જ બનશે લાઇસન્સ

નવા નિયમ હેઠળ હવે જે જિલ્લામાંથી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનશે ત્યાંથી પરમનેન્ટ પણ કરાવવું પડશે. આ માટે અરજદારે તેના આધાર સાથે સંબંધિત જિલ્લામાં જવાનું રહેશે. ખરેખર, તમારે જાણવું જોઈએ કે પરમનેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજદારની બાયોમેટ્રિક ટેસ્ટ થાય છે.