Divyang Bus Pass Yojana Gujarat | દિવ્યાંગ બસ પાસ યોજના ગુજરાત

Divyang Bus Pass Yojana Gujarat

Divyang Bus Pass Yojana Gujarat (દિવ્યાંગ બસ પાસ યોજના): ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. સામાજિક સુરક્ષાના વર્ગમાં વિધવા લાભાર્થીઓ, દિવ્યાંગ લાભાર્થીઓ, આર્થિક રીતે નબળા લાભાર્થીઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમના માટે Social Justice And Empowerment Department (SJED) વિવિધ પેટા વિભાગો આવેલા છે, જેવા કે નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, નિયામક, સમાજ સુરક્ષા વગેરે કાર્ય કરે છે. આ વિવિધ વિભાગો દ્વારા ઘણી બધી લાભકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.

ગુજરાત સરકાર હેઠળ કામગીરી કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સામાજિક સંરક્ષણ હેઠળ દિવ્યાંગોના કલ્યાણ માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. જેમાં દિવ્યાંગ લગ્ન સહાય, દિવ્યાંગ સાધન સહાય, વિકલાંગ વૃદ્ધ પેન્‍શન યોજના વગેરે. આપણે અહીં સમગ્ર લેખમાં દિવ્યાંગ બસ પાસ યોજના અંગેની માહીતી આપવામાં આવી છે.

યોજનાનું નામ દિવ્યાંગ બસ પાસ યોજના
ભાષા ગુજરાતી
ઉદ્દેશદિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓ ધંધા,
રોજગાર મેળવીને તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય
લાભાર્થીદિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને
સહાયદિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા લાભાર્થીઓને
એસ.ટી. બસમાં મફત મુસાફરી કરી શકશે.
Official WebsiteClick here
Divyang Bus Pass Yojana Gujarat

Information About Divyang Bus Pass Yojana Gujarat

નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ લોકો માટે ગુજરાત એસ.ટી. બસ પાસ યોજના શરુ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના દિવ્યાંગ વ્યકિતઓને વધુ અભ્યાસ માટે, સારવાર માટે, નોકરી ધંધાના સ્થળે કે અન્ય કોઈપણ સ્થળે સરળતાથી આવક જાવક કરી શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. દિવ્યાંગ લાભાર્થી આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની સીમા અંદર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે.

Divyang Bus Pass Yojana Gujarat Eligibility

ગુજરાત સરકારના ઈ-સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે. દિવ્યાંગ બસ પાસ યોજના માટેની પાત્રતા નીચે મુજબ છે.

  • 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે.
  • દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઈએ.

Divyang Bus Pass Yojana Documents

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઈ-સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે અલગ-અલગ દસ્તાવેજોની જરૂર છે. જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ નીચે મુજબ છે.

  • રહેઠાણનો પુરાવો (લાઈટ બિલ, આધારકાર્ડ,રેશનકાર્ડ,ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)
  • સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
  • ઉંમર અંગેનો પુરાવો (L.C / જન્મનો દાખલો કોઈપણ એક)
  • અરજદારની સહી
  • આધારકાર્ડ
  • અરજદારનો ફૂલ ફોટો

Divyang Bus Pass Yojana Benefits

ગુજરાતના દિવ્યાંગ લાભાર્થી દિવ્યાંગ બસ પાસ ફોર્મ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેના દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં, ગુજરાત રાજ્યની હદની અંદર વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે.

Read Also: Kisan Parivahan Yojana

Benefits according to the percentage of disability

દિવ્યાંગ બસ પાસ યોજનાનું ફોર્મ ભરવા માટે ભરવા માટે નિયામક સમાજ સુરક્ષાની કચેરી દ્વારા દિવ્યાંગોની ટકાવારી નક્કી કરેલી છે. કેટલી દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળશે તે નીચે મુજબ છે.

દિવ્યાંગતામળવાપાત્ર યોજનાનો લાભ
અંધત્વ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ
તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
સાંભળવાની ક્ષતિ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
ઓછી દ્રષ્ટી40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
બૌધ્ધિક અસમર્થતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
સહાયકને વિના મૂલ્યે મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે.
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
રકતપિત-સાજા થયેલા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
દીર્ધકાલીન અનેમિયા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
એસીડના હુમલાનો ભોગ બનેલા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
હલન ચલન સથેની અશકતતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
સેરેબલપાલ્સી40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ
તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
વામનતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
માનસિક બિમાર40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને
તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત તથા 80 ટકા કે તેથી
વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
વાણી અને ભાષાની અશકતતા40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને
તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત તથા
80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા
તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
મલ્ટીપલ ડિસેબીલીટી40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ
તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
Apply OnlineClick here
Official WebsiteClick here
HomeClick here