દેશી ગાય સહાય યોજના 2023 : આ યોજના હેઠળ સરકાર આપશે ગાય દીઠ રૂપિયા 10,800/- ની સહાય..

ગુજરાત રાજ્યના મોટાભાગ ના લોકો નો વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અને ગુજરાત ના લોકો ગાય ને માતા માને છે. જો કે ગાય નું દૂધ ખૂબ જ લાભદાયી છે, અને તેના મલમૂત્ર થી તૈયાર થતું ખાતર પણ ખૂબ જ ખેતર ના પાક માટે ઉપયોગી નીવડે છે. માટે ગુજરાત સરકાર દ્વારા “દેશી ગાય આધારિત ખેતી યોજના” શરૂ કરવામાં આવી છે. આજે આ આર્ટીકલ માં માધ્યમ થી અમો ગુજરાત સરકાર ની ગાય સહાય યોજના 2023 વિષેની સપૂર્ણ જાણકારી મેળવીશું.

આ પણ વાંચો : ઓજસ નવી ભરતી 2023 : ગુજરાતમાં હાલમાં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી

ગાય સહાય યોજના

ગુજરાત સરકારે પોતાની એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર અને ખેડૂતો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે એક ગાય દીઠ રૂપિયા 900/-ની સહાય પ્રતિ માસ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

ગાય સહાય યોજના માહિતી

યોજનાનું નામ ગાય સહાય યોજના
જાહેરાત કરનાર ગુજરાત સરકાર
સહાયની રકમ ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે દર મહિને રૂ.900/-
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

સહાય કેટલી મળશે ?

શી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂપિયા 900/- પ્રતિમાસ વાર્ષિક રૂ. 10,800/-ની વાર્ષિક મર્યાદામાં ચૂકવવામાં આવશે.

અરજી કરવા માટે પાત્રતા

  • આવેદક ખેડૂત હોવો જોઈએ
  • આવેદક ગુજરાત રાજ્ય નો હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત આઈડેંટીફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઇએ.
  • એક ખાતા નમુના નંબર 8-અ મુજબ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
  • ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ લીધેલ હોવી જોઈએ.

અરજી કરવા માટે જરૂરી પુરાવા

  • આધાર કાર્ડ
  • 7/12 8-અ ના ઉતારા
  • બેન્ક પાસબૂક
  • રાશન કાર્ડ
  • જાતિ નો દાખલો
  • ગાય નો ટેગ નંબર
  • દૂધ ઉત્પાદક મંડળી ના સભ્ય હોય તો તેનો દાખલો.

અરજી કેવી રીતે કરવી

  • પ્રથમ Google Chrome ખોલીને ikhedut ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં Ikhedut Portal ની અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
  • હવે Khedut Website ખોલ્યા બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.
  • Yojana પર ક્લિક કર્યા બાદ અન્ય યોજનાઓ પર નંબર-1 ’આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે નવુ પેજ ખૂલશે જેમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના (2023 -24 )’ ની સામે અરજી કરો પર Click કરવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂત દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ત્યારબાદ નવી અરજી કરવા ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજદાર દ્વારા સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી Save કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે.
  • એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિંતેની નોંધ લેવી.
  • છેલ્લે, ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here