આજે થશે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ જુઓ આજે સુતક દરમિયાન શું કરવું કે ના કરવું

Chandra grahan 2022 date and time Gujarati: આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ નવેમ્બર મહિનાની 8 મી તારીખે મંગળવારે થશે. ચંદ્રગ્રહણ સાંજના 5: 20 થી લઈ 6: 20 સુધી જોઈ શકાશે. ચંદ્રગ્રહણ નો સૂતક સમયે 8 નવેમ્બરની સવાર સવારની 9: 20 મિનિટથી શરૂ થઈ જશે.

ભારતમાં આ જગ્યાએ જોવા મળશે સંપૂર્ણ ચંદ્રગ્રહણ

ભારતમાં 08 નવેમ્બરની સાંજે ચંદ્રના ઉદયની સાથે જ પહેલું ચંદ્રગ્રહણ ઉત્તર-પૂર્વ દિશામાં જોવા મળશે. પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ અરુણાચલ પ્રદેશમાં જોવા મળશે.

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, ઉત્તર પૂર્વ યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના ભાગોમાં દેખાશે.

દેશના આ ભાગોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે

આંશિક ચંદ્રગ્રહણ ઉત્તરપૂર્વ સિવાય ભારતના મોટાભાગના ભાગોમાં દેખાશે.

ચંદ્રગ્રહણ દરમિયાન સુતક શું છે?

ગ્રહણ દરમિયાન સુતકને ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે. લોકો ગ્રહણના થોડા કલાકો પહેલા ઘણા નિયમોનું ધ્યાન રાખે છે. ગ્રહણ સમાપ્ત થયા પછી લોકો તરત જ તેમના ઉપવાસ ખોલી નાખે છે. જો કે, ઉપવાસ તોડતા પહેલા, લોકો સ્નાન કરે છે. આ ઉપરાંત લોકો તેમના પ્રમુખ દેવતાની પૂજા કરે છે, સૂર્ય અથવા ચંદ્ર ભગવાનના આશીર્વાદ લે છે અને પછી ખોરાક લે છે.

સુતકનું મહત્વ

પ્રાચીન ગ્રંથો અનુસાર, પૃથ્વી અન્ય અવકાશી પદાર્થોની ગતિથી પ્રભાવિત થાય છે. આ પરિવર્તન આપણા ગ્રહ પરના જીવનને સીધી તે આડકતરી રીતે અસર કરે છે. તેથી, ગ્રહણની કોઈ નકારાત્મક અસર ન થાય તે માટે લોકો સૂતકના નિયમોનું પાલન કરતા હોય છે. ચાલો જાણીએ કે સુતકના સમય દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ-

ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું?

  • ગ્રહણ પછી વાસી ખોરાક ખાવાનું ટાળો.
  • ગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ.
  • ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રને નરી આંખે ન જોવો.
  • ગ્રહણ દરમિયાન ચંદ્રદેવ, ભગવાન ધન્વંતરી અને મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરો.
  • ગ્રહણ દરમિયાન તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે છરી, કાતર વગેરેથી દૂર રહો.
  • સૂતક કાળમાં કંઈપણ ખાવું કે પીવું ન જોઈએ.
  • ગ્રહણ પૂર્ણ થયા બાદ સૌપ્રથમ સ્નાન કરી ઘર સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો.
  • ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની અંદર જ રહેવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાંથી નીકળતા કિરણો ગર્ભવતી મહિલા અને તેની ગર્ભાવસ્થા પર ખરાબ અસર કરે છે.