બેંક ઓફ બરોડા ઇ મુદ્રા લોન : ઓનલાઈન આવેદન તથા અન્ય તમામ માહિતી

બેંક ઓફ બરોડા ઇ મુદ્રા લોન : દેશમાં નાગરિકો વિવિધ વ્યવસાય અને ધંધો ચાલુ કરવા માટે સરકાર દ્વારા ઘણી બધી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા નવો બિઝનેસ ચાલુ કરવા માટે સબસીડી પર લોન આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ વાજપાઈ બેંકેબલ યોજના, મહિલા સ્વાવલંબન યોજના વગેરે દ્વારા અરજદારોને Loan આપવામાં આવે છે.

આ પણ વાંચો : ભરૂચ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

બેંક ઓફ બરોડા ઇ મુદ્રા લોન

શું તમે કોઈ ધંધો ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? અને તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, BOB eMudra Loan Apply Online તમારી મદદ કરી શકે છે. જે લોકો પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે બેંક ઓફ બરોડામાંથી 50,000 રૂપિયા સુધીની પીએમ ઈમુદ્રા લોન મળવાપાત્ર થશે.

PM e-MUDRA Loan ની સારી બાબત એ છે કે, તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે બેઠા Online Appl કરી શકો છો. Bank of Baroda પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્‍ટ વગર માત્ર 5 મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈમુદ્રા લોન આપી રહી છે. BOB eMudra Loan વિશે તમામ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.

બેંક ઓફ બરોડા ઇ મુદ્રા લોન – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામBOB e-Mudra Loan Apply Online
યોજનાનું નામપ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY)
કોણે યોજનાની શરૂઆત કરી?દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.
યોજનાનો ઉદ્દેશ્યભારતની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
અધિકૃત વેબસાઈટhttps://www.mudra.org.in/

BOB ઇ મુદ્રા લોન વિષે માહિતી

પીએમ મુદ્રા ના નેજા હેઠળ, e-MUDRA એ લાભાર્થી સૂક્ષ્મ એકમ તથા ઉદ્યોગ સાહસિકની માટે લોન આપવામાં આવે છે. આ લોનમાં વૃદ્ધિ અને વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને દર્શાવવા માટે શિશુ’, કિશોર’ અને ‘તરુણ નામના ત્રણ ઉત્પાદનો બનાવ્યા છે. ગ્રેજ્યુએશન આગલા તબક્કા માટે સંદર્ભ બિંદુ પણ પ્રદાન કરે છે.

આ પણ વાંચો : [MDM] મધ્યાહ્ન ભોજન યોજના દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

BOB ઇ મુદ્રા લોન ઓનલાઈન આવેદન

BOB e-Mudra Loan Apply Online: તમને જણાવી દઈએ કે, ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું બેંક ઓફ બરોડામાં 6 મહિના જૂનું ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે. ઈમુદ્રા લોનની વધુમાં વધુ 5 વર્ષ માટે હોય છે. પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધારે લોન લેવા ઈચ્છો છો, તો તેના માટે તમારે બેંકની શાખામાં જવું પડશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારે અન્ય કેટલાક ડોક્યુમેન્‍ટ પણ આપવા પડશે અને બિઝનેસની વિગતો પણ આપવી પડશે.

BOB ઇ મુદ્રા લોનનો લાભ લેવા માટેના આધાર પુરાવા

પીએમ ઈ-મુદ્રા લોનમાં નાના વેપારીઓ એક લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. આ લોન લેવા માટે આવેદન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.

  • તમારે તમારા Saving Account કે Current Accout નંબર અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
  • તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
  • તેના ઉપરાંત GST નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

BOB ઇ મુદ્રા લોન માટે આવેદન કઇ રીતે કરવું?

Bank of Baroda ના હાલના તેના ગ્રાહકોને રૂ. 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઇન એપ્લિકેશન તેમની અધિકૃત વેબસાઇટ પરથી અથવા Loan લિંક પર ક્લિક કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.

  • સૌપ્રથમ Google માં eMudra Loan ટાઈપ કરો.
  • જેમાં BOB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને ‘Apply Now’ પર ક્લિક કરો.
  • જેના પર ક્લિક કરવાથી “JanSamarth નામનું નવું પેજ ખૂલશે.
  • UIDAI દ્વારા ઇકેવાયસી હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે eKYC અને eSign OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.
  • એકવાર BOB ની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
  • લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.
આ પણ વાંચો : PM eVIDYA : PM ઇ વિધ્યા પોર્ટલ જાણો યોજનાનો ઉદેશ્ય, લાભ અને અન્ય માહિતી

BOB ઇ મુદ્રા લોન માટે હેલ્પલાઈન નંબર

ObjectsLink & Helpline Number
Mudra Helpline1800 180 1111 / 1800 11 0001
BOB Helpline Number1800 102 4455

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePageClick Here