એક નાનકડી ભૂલની આટલી મોટી સજા! સ્નાન કર્યા પછી ચાલી ગઈ આંખોની રોશની

સ્નાન કર્યા પછી ચાલી ગઈ આંખોની રોશની: આજે તમને એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે નાની અમથી ભૂલ કેટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે તમને એક એવી સ્ત્રી વિશે વાત કરી રહ્યા છીએ કે જેણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે સ્નાન કરવાની લીધે આંખોનું તેજ ગુમાવવું પડશે.

જ્યારે મહિલા સ્નાન કરવા ગઈ ત્યારે તે મહિલાએ આંખોમાં લેન્સ પહેરેલા હતા. અને સ્નાન કરતી વખતે પાણીમાં રહેલ માઈક્રોસ્કોપિક અમીબા મહિલાની આંખના કોર્નિયા અને કોન્ટેક્ટ લેન્સની વચ્ચે ફસાઈ ગયા.

એક નાનકડી ભૂલની આટલી મોટી સજા!

હાલમાં જ એક મહિલાની નાનકડી ભૂલને કારણે તેને પોતાની આંખોની રોશની ગુમાવવી પડી છે. આંખ એ માણસના શરીરનો સૌથી સેન્સિટિવ ભાગ છે. આપણે આંખનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. નાનકડી ભૂલના કારણે આપણી આંખોની રોશની પણ જઈ શકે છે. મેરી મિશન નામની મહિલા સાથે તાજેતરમાં જ આવો બનાવ બન્યો છે. મેરી એ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે તેની એક ભૂલના કારણે આંખ ગુમાવવી પડશે. એવું તો શું થયું કે જેના કારણે મેરીને પોતાની આંખોની રોશની હંમેશા માટે ગુમાવવી પડી ચાલો જાણીએ.

શું થયું એવું કે ચાલી ગઈ આંખોની રોશની

મેરી મિશન મહિલાની ઉંમર 54 વર્ષની છે. મેરી મેસનથી એક એવી ભૂલ થઈ જેને પગલે તેની આંખનો પ્રકાશ જતો રહ્યો. મેરી આંખમાં કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતી હતી. પરંતુ એક દિવસ પહેલા તે લેન્સ પહેરીને સ્નાન કરવા માટે ગઇ. જેને પગલે મહિલાની આંખોમાં ઈન્ફેક્શન થયુ. જેનાથી તેની આંખની રોશની જતી રહી.

મેરીને આ ઈન્ફેક્શન ડાબી આંખમાં થયુ હતુ. સ્નાન કરતી સમયે પાણીમાં રહેલા માઈક્રોસ્કોપિક અમીબા મેરીની આંખના કોર્નિયા અને કોન્ટેક્ટ લેન્સની વચ્ચે ફસાઈ ગયા.

Acanthamoeba કેરાટાઈટિસ એક રેર ઈન્ફેક્શન છે, જે એક સૂક્ષ્મ, ફ્રી-લિવિંગ જીવના કારણે હોય છે, જેના કારણે વ્યક્તિની આંખની રોશની જઇ શકે છે અને તે સંપૂર્ણ અંધ પણ થઇ શકે છે.

કયા પ્રકારના લેન્સ પહેર્યા હતા જેથી થયું આવું?

માર્કેટમાં ઘણા પ્રકારના લેન્સ મળે છે, જેની સમય મર્યાદા 1 દિવસ, 1 મહિનો, 6 મહિના અથવા 1 વર્ષની હોય છે. મેરીએ પોતાની આંખમાં 1 મહિનાવાળા લેન્સ પહેર્યા હતા.

સ્નાન કરતી વખતે પાણીમાં રહેલ અમીબા મેરીની આંખમાં જતા રહ્યાં અને ત્યાં લેન્સ અને કોર્નિયાની વચ્ચે ફસાઈ ગયા. જ્યાં ધીરે-ધીરે અમીબાએ મેરીની આંખને સંક્રમિત કરવાનુ શરૂ કર્યુ. જેનાથી તેની આંખની રોશની ઓછી થવા લાગી.

ક્યારે મળી આ ઈન્ફેકશનની જાણકારી?

આ ઈન્ફેક્શનની જાણકારી મળ્યાં બાદ મેરીએ ઘણા ડૉકટરો પાસે કન્સલ્ટ કર્યો. આ દરમ્યાન ઘણા પ્રકારની મેડિકેશન બાદ મેરીના ઘણા ઓપરેશન પણ કરાવવામાં આવ્યાં. જેમાં તેના ત્રણ વખત કૉર્નિયા ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવામાં આવ્યાં. પરંતુ આ બધાનો કોઈ ફાયદો થયો નહીં. આખરે તેની આંખ કાઢવી પડી.