પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત બરકરાર, જાણો તમારા શહેરના આજના ભાવ

છેલ્લા ઘણા લાંબા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે તો તાજેતરમાં બજારમાં એકાએક ઉતાર ચડાવ જવા મળ્યો છે, તો આજે ઓઈલ માર્કેટમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ તો આ ઘટાડો છેલ્લા ૩ દિવસથી છે પણ આજે ભારતના કેટલાક શહેરોમાં રાહત વધારે જોવા મળી છે. તો ચાલો જાણીએ શું છે હાલના ભાવ.પેટ્રોલ

પેટ્રોલ ડીઝલના ભાવ

પેટ્રોલ ડીઝલના ભાવ : સરકારી તેલ કંપનીઓએ શુક્રવારે સવારે (19 ઓગસ્ટ, 2022) પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. તેલના ભાવમાં આજે પણ રાહત યથાવત છે. આજે કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 96.72 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 89.62 રૂપિયામાં મળી રહ્યું છે.

શું થયો ભાવમાં ઉતાર ચઢાવ

છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. મુંબઈની વાત કરીએ તો અહીં આજે પેટ્રોલ 106.31 રૂપિયામાં મળી રહ્યું છે, જ્યારે ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તે જ સમયે, ચેન્નાઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયામાં મળે છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા પર સ્થિર છે, જ્યારે ડીઝલ 92.76 રૂપિયા પર ઉપલબ્ધ છે.

જાણો ભારતના મુખ્ય શહેરોના તેલના ભાવ

  • રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 113.65 રૂપિયામાં મળે છે. ડીઝલનો ભાવ 98.39 રૂપિયા પર યથાવત છે.
  • જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.72 રૂપિયામાં ઉપલબ્ધ છે.
  • અજમેરમાં પેટ્રોલ 108.43 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે ડીઝલની કિંમત 93.67 રૂપિયા પર સ્થિર છે.
  • પટનામાં પેટ્રોલ 107.24 રૂપિયામાં મળે છે. ડીઝલ 94.02 રૂપિયામાં ઉપલબ્ધ છે.
  • રાંચીમાં પેટ્રોલ 99.84 રૂપિયા અને ડીઝલ 94.65 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.